Home News પંચમહાલની GFL કંપનીમાં ભયાનક વિસ્ફોટ, 4 વ્યક્તિના મોત, 15થી વધુ લોકો ઘાયલ

પંચમહાલની GFL કંપનીમાં ભયાનક વિસ્ફોટ, 4 વ્યક્તિના મોત, 15થી વધુ લોકો ઘાયલ

Face of Nation 16-12-2021:  પંચમહાલના ઘોઘંબામાં ધડાકા સાથે આપ ફાટી નીકળતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આ દૂર્ઘટનામાં 4 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે જેમા બાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જીએફલમાં બ્લાસ્ટ મામલે જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે ટેલિફોનિક જાણકારી મેળવી છે. ઘોઘંબાના જીએફલમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે પરતું ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જીએફલમાં બ્લાસ્ટ થયા બાદ પણ કંપનીમાં ગેસ લીકેજ થયો નથી.

જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સોલવન્ટ સહિતના કેમિકલનો ખૂબ જ મોટી માત્રામાં જથ્થો રાખવામાં આવ્યો હોવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ હવે અકસ્માતનો ગુનો નોંધી કલમ 174 મુજૂ કાર્યવાહી હાથ ધરી છે.આજે ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કંપનીમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સોલવન્ટ સહિતના કેમિકલનો ખૂબ જ મોટી માત્રામાં જથ્થો રાખવામાં આવ્યો હોવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ હવે અકસ્માતનો ગુનો નોંધી કલમ 174 મુજૂ કાર્યવાહી હાથ ધરી છે.આજે ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કંપનીમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)