Face Of Nation, 18-10-2021: સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે 10થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિવા પેકેજિંગ મિલમાં પાંચ માળની બિલ્ડિંગ આવેલી છે. આગથી બચવા માટે કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે બિલ્ડિંગ કુદતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. તો આગમાં 15 લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે.
વિવા પેકેજિંગ મિલમાં લાગેલી ભીષણ આગ બાદ કામ કરતા લોકોને ક્રેઇન વડે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. તો અનેક લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકો માર્યાનું પણ સામે આવી રહ્યું છે. અહીં બે લોકોના મોત થયા છે. આગની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તુલાકાના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આગ લાગ્યા બાદ 35થી વધુ ફાયરની ટીમ આગને કાબુ મેળવવાના કામમાં લાગી હતી. 127થી લધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બુલડોઝરની મદદથી દીવાલ તોડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત થઈ રહેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)