Home News સ્પાઈસ જેટની ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ; પક્ષી અથડાવાને કારણે એન્જિનમાં આગ લાગતાં...

સ્પાઈસ જેટની ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ; પક્ષી અથડાવાને કારણે એન્જિનમાં આગ લાગતાં 10 મિનિટ સુધી હવામાં ફસાયા મુસાફરો, જુઓ Video

https://youtube.com/shorts/OkSg7EMXQ34

Face Of Nation 19-06-2022 : રવિવારે પટના એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-725ના એન્જિનમાં આગ લાગી હતી. વિમાન પટનાથી દિલ્હી જઈ રહ્યું હતું. આગ લાગ્યા બાદ ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આગને કારણે એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. તો બીજીતરફ વિમાને રવિવારે બપોરે 11.55 કલાકે ઉડાન ભરી હતી. 12.20 વાગ્યે વિમાનમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. 10 મિનિટ બાદ પાયલટે સમજણપુર્વક વિમાનને એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. DGCAએ કહ્યું કે, પક્ષી અથડાયા બાદ એન્જિનમાં આગ લાગી હતી. આ પછી પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
એન્જિનમાં આગ કયા કારણે લાગી
ફ્લાઇટમાં 185 મુસાફરો સવાર હતા. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. હાલ મુસાફરોને બહાર કઢાયા છે. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. એન્જિનમાં આગ કયા કારણે લાગી તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. તો બીજીતરફ એરપોર્ટથી ઉડાન ભરતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. અવાજ એટલો જોરદાર હતો કે બધા ચોંકી ગયા હતા. પછી આગની જ્વાળાઓ વધવા લાગી. આ ઘટનાથી અફરા-તફરી મચી ગઈ હતી
બર્ડ હિટિંગનો મામલો હોઈ શકે છે
ઘટના બાદ તરત જ પટનાના તમામ વરિષ્ઠ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. SSP માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે વિમાનની એક પાંખમાં આગ લાગી હતી. ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું કે આ બર્ડ હિટનો મામલો હોઈ શકે છે, હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
પરિસ્થિતિ કાબૂમાં છે, ત્યારે જીવમાં જીવ આવ્યો
ફ્લાઈટમાં બેઠેલા મુસાફરે કહ્યું કે બારીમાંથી ધુમાડો નીકળતો દેખાતો હતો. અમે બારી પાસે બેઠા હતા. આગનો ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. આ દરમિયાન પાયલોટે કહ્યું- પરિસ્થિતિ કાબૂમાં છે, ત્યારે જીવમાં જીવ આવ્યો હતો. તો બીજીતરફ મહિલા પેસેન્જરે જણાવ્યું કે, ટેકઓફના 10-15 મિનિટ પછી તે સમજી ગઈ કે કંઈક ગડબડ થઈ છે. ફ્લાઇટમાં ખુબ જ અવાજ આવી રહ્યો હતો. વિમાન ક્યારેક જમણે તો ક્યારેક ડાબે વળતું હતું. તે થોડીવાર માટે ખૂબ જ ડરી ગઈ હતી.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).