Face Of Nation, 14-10-2021: દક્ષિણ તાઇવાનમાં 13 માળની એક રહેણાંક વિસ્તારમાં ગુરુવારે વિકરાળ આગ લાગવાથી 46 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 41 લોકો દાઝ્યા છે.
કાઉશુંગ શહેરના ફાયર વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું કે આગ સવારે લગભગ 3 વાગે લાગી હતી. આગ ઘણી વિકરાળ હતી. જેમાં ઇમારતના ઘણા માળ સળગી ગયા છે. તાઇવાનના અધિકારીઓએ આગ લાગવાની ઘટનામાં 46 લોકોના મોતની પૃષ્ટી કરી છે.
લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો- ફાયર વિભાગના પ્રમુખ લી ચિંગ સિઉએ જણાવ્યું કે 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 55 લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જેમાં 14 લોકોના મોત થયા હતા. તાઇવાનમાં મોતની સત્તાવાર પૃષ્ટી ફક્ત હોસ્પિટલમાં થાય છે. ફાયર બ્રિગેડના કર્મીઓ બચાવ અભિયાનમાં લાગી ગયા છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીએ સ્થાનીક મીડિયાને જણાવ્યું કે તેણે સવારે 3 કલાકે એક વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. અધિકારીના નિવેદન પ્રમાણે બિલ્ડિંગ 40 વર્ષ જૂની હતી. નીચેના માળે દુકાનો હતી ઉપર અપાર્ટમેન્ટ હતા.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)