Home Uncategorized બેદરકારી : ફાયર દ્વારા જ્યાં કોઈ કેસ નથી તેવા બિનજરૂરી વિસ્તારોમાં સૅનેટાઇઝીંગ...

બેદરકારી : ફાયર દ્વારા જ્યાં કોઈ કેસ નથી તેવા બિનજરૂરી વિસ્તારોમાં સૅનેટાઇઝીંગ !

Face Of Nation Special Report : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અને તેને નાથવા માટે તમામ દેશની તમામ સરકારો જરૂરી પગલાં ભરી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં બિનજરૂરી વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. ખુબ જ ઓછી ટકાવારીમાં કહી શકાય કે, જે વિસ્તારોમાં જરૂરીયાત છે ત્યાં સૅનેટાઇઝિંગ થઈ રહ્યું છે બાકી જ્યાં જરૂરીયાત જ ન હોય તેવા વિસ્તારોમાં સૅનેટાઇઝ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. ફાયર દ્વારા માત્ર 5 થી 10 ટકા જેટલું જ જરૂરીયાતવાળા વિસ્તારોમાં સૅનેટાઇઝીંગ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા હાલ 17 ગાડીઓ શહેરને સૅનેટાઇઝ કરવા માટે ફાળવવામાં આવેલી છે, જે પ્રત્યેક ગાડી 4 હજાર લીટરની ક્ષમતા ધરાવે છે. જો કે આશ્વર્યજનક બાબતએ છે કે, તંત્ર અને ભાજપના નેતાઓ દ્વારા ગંભીર બેદરકારી દાખવીને જે વિસ્તારને સૅનેટાઇઝિંગની ખરી જરૂરીયાત છે તેવા વિસ્તારોમાં કરવામાં આવતું નથી પરંતુ જે વિસ્તારમાં કોરોના વાઇરસના કેસ પણ નોંધાયા ન હોય તેવા વિસ્તારોમાં સૅનેટાઇઝિંગ કરીને તેનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપના કેટલાક નેતાઓ વિસ્તારમાં કામ દેખાડવા સારૂ જરૂરિયાત ન હોવા છતાં ફાયરની ગાડીઓ બોલાવીને સોસાયટીઓમાં સૅનેટાઇઝિંગ કરાવી રહ્યા છે, જે ખુબ જ શરમજનક બાબત છે. શહેરના એવા ઘણા ઝુંપડપટ્ટી વાળા વિસ્તારો છે કે, જ્યાં નિયમિત સૅનેટાઇઝિંગ કરવાની જરૂરીયાત છે કારણ કે, કોઈ પણ એવું સૅનેટાઇઝર નથી કે જેની અસર કલાકો સુધી રહે, ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવતા સૅનેટાઇઝરની અસર માત્ર પાંચથી છ કલાક સુધી રહે છે પછી પરિસ્થિતિ પાછી જૈસે થે થઇ જાય છે જેથી જે જે વિસ્તારો કોરોના ચેપગ્રસ્ત છે ત્યાં નિયમિત સૅનેટાઇઝિંગ થવું અત્યંત જરૂરી છે. રાજ્ય દ્વારા અને કોપોરેશન તંત્ર દ્વારા આ મહામારી સમયે થતી તમામ કામગીરી અંગે વિશ્વની સંસ્થાઓ નજર રાખી રહી હોય છે અને તેવામાં જો કોરોનાના કેસો વધી જશે તો અત્યાર સુધી કરવામાં આવતી તમામ કામગીરી સાચી દિશામાં કરાઈ કે ખોટી દિશામાં તે અંગે અનેક સવાલો ઉભા થશે.

સત્તાધાર નજીક આવેલા સુવાસ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે સૅનેટાઇઝિંગ કરાયું
અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા નજીક આવેલા સુવાસ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ફાયર બ્રિગેડની ગાડી આવતા આસપાસના વિસ્તારોમાં અહીં કોરોનાનો કોઈ કેસ આવ્યો હોવાની વાતો વહેતી થઈ હતી જો કે તપાસ કરતા બાદમાં માલુમ પડ્યું હતું કે આ સોસાયટીમાં ભાજપનો કોઈ આગેવાન રહે છે અને તેણે સોસાયટીને સૅનેટાઇઝ કરવા માટે ફાયરબ્રિગેડની ગાડી બોલાવી સમગ્ર સોસાયટીને સૅનેટાઇઝ કરાવી હતી, જો કે અહીં કોઈ કોરોના કેસનો દર્દી ન હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે ફાયર દ્વારા કરવામાં આવેલા સૅનેટાઇઝિંગનો વિડીયો પણ વાયરલ થયા હતા.

https://youtu.be/FTqjcvSXmUw

ફાયર દ્વારા થતા સૅનેટાઇઝિંગમાં શું વાપરવામાં આવે છે ?
હાલ અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી સૅનેટાઇઝિંગ પ્રક્રિયામાં સોડીયમ હાઇપોક્લોરાઇટ(બ્લીચ) વાપરવામાં આવે છે. 25 લીટર પાણીમાં 1 લીટર સોડીયમ હાઇપોક્લોરાઇટનું મિશ્રણ કરવામાં આવે છે. જો કે આ બ્લીચ બજારમાં ઉપલબ્ધ નથી હોતું જેથી સામાન્ય લોકોને તે મળી શકે નહીં પરંતુ આવા સમયે જો તેને બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે અથવા તો દરેક સોસાયટીના જવાબદાર વ્યક્તિને જવાબદારી સોંપીને આપવામાં આવે તો દરેક સોસાયટીમાં નિયમિત સૅનેટાઝિંગ થાય અને તેનો યોગ્ય ઉપયોગ પણ થાય.

સક્ષમ અધિકારીઓની સૂચના મુજબ કામ કરીએ છીએ : ચીફ ફાયર ઓફિસર
આ અંગે ફેસ ઓફ નેશન દ્વારા ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને સક્ષમ અધિકારીઓ દ્વારા મળતી સૂચના મુજબ જે તે વિસ્તારોમાં હાલ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પૂરતા સ્ટાફ સાથે ફાયર વિભાગ તેની જવાબદારી પુરી કરી રહ્યું છે.

સોસાયટીઓ દ્વારા સ્વેચ્છાએ થતું સૅનેટાઇઝ
ઘણી સોસાયટીઓમાં નાગરિકો પોતાની પણ નૈતિક જવાબદારી સમજીને પોતાની સોસાયટી સૅનેટાઇઝ કરી રહ્યા છે. બનારસનના વિરાટ કોમ્પ્લેક્ષ હાઉસિંગ સોસાયટી, રામકટોરાના નાગરિકો દ્વારા સોસાયટીને કેવી રીતે સૅનેટાઇઝ કરવામાં આવી રહી છે તે એક દ્વારા સમજાવવામાં આવ્યું છે.

https://youtu.be/MFB18Z48F2I