Home Uncategorized ડેનમાર્કના “શોપિંગ મૉલ”માં ફાયરિંગ, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત, અમેરિકાના ટેક્સાસના હોલ્ટોમ સિટીમાં...

ડેનમાર્કના “શોપિંગ મૉલ”માં ફાયરિંગ, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત, અમેરિકાના ટેક્સાસના હોલ્ટોમ સિટીમાં પણ ફાયરિંગ, 2 મોત, 4 થયા ઈજાગ્રસ્ત!

Face Of Nation 04-07-2022 : ડેનમાર્કના કોપનહેગનમાં ફિલ્ડ મૉલમાં ફાયરિંગ થયુ છે. હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોર ઓચિંતા જ આવ્યો હતો અને ફાયરિંગ કરવા લાગ્યો હતો. પોલીસે પણ તેને અટકાવવા જવાબી કાર્યવાહી કરી હતી. કોપેનહેગન પોલીસે ટ્વિટ કર્યું છે કે, સિટી સેન્ટર અને વિમાની મથક વચ્ચે મોટા ફિલ્ડ મૉલની આજુબાજુ પોલીસ દળને ગોઠવવામાં આવ્યા છે.
ટેક્સાસના હોલ્ટોમ સિટીમાં ફાયરિંગમાં બેના મોત
અમે ઘટના સ્થળ પર છીએ. ફાયરિંગ કરાયું છે અને તેમા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. બીજી બાજુ, અમેરિકાના ટેક્સાસના હોલ્ટોમ સિટીમાં ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. આ ફાયરિંગમાં ત્રણ અધિકારી સહિત ચાર અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
NPPAએ 84 દવાની રિટેલ કિંમત નક્કી કરી
​​​​​​​દવાઓની કિંમત નકકી કરવાને લગતા નિયામક રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ(NPPA)એ ડાયાબિટીસ, માથાના દુખાવો તથા બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગ થનારી 84 દવાઓ માટે રિટેલ કિંમત નક્કી થાય છે. NPPAએ વધારવામાં આવેલ કોલેસ્ટ્રોલ તથા ટ્રાઈગ્લિસરાઈડ્સના લેવલને ઓછા કરવા માટે ફોર્મ્યૂલેશનની કિંમત પણ નક્કી કરી છે. NPPAએ કહ્યું કે દવા (મૂલ્ય નિયંત્રણ) આદેશ,2013 દ્વારા મળેલી શક્તિઓનો ઉપયોગ કરતાં NPPAએ દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).