Home Religion માથાકૂટ : સુરેન્દ્રનગર જૂથ અથડામણ, સુદામડામાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામે...

માથાકૂટ : સુરેન્દ્રનગર જૂથ અથડામણ, સુદામડામાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં કર્યું ફાયરિંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!

Face Of Nation 05-06-2022 : સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં અંગત અદાવતમાં બે જૂથ આમને સામને આવી જતા સામસામે હવામાં ફાયરીંગ કર્યા હતા અને ઘરમાં ભરેલી કડબને આગ ચાંપી દીધી હતી. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા છે.
હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે
સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઈ સગરામભાઇ મોગલ તથા દેવાયતભાઈ નાગભાઇ ખવડને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી થતાં થયેલા સામાન્ય ઝઘડાએ પળવારમાં વરવું સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથ વચ્ચે સામસામે ફાયરીંગ કરતા મામલો તંગ બન્યો હતો. બનાવની જાણ થતા તાત્કાલીક સાયલા પોલીસ તથા જિલ્લાની બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફ તથા જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ વાળી જગ્યાએ પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરી છે અને હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે. જ્યારે આ ઘટનામાં ઇજા પામનારાને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાયા હતા. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં અજંપાભરી શાંતિ છે.
સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
સુદામડામા અંગત અદાવતમા બે જૂથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. અને બાદમાં ઘરમાં ભરેલી કડબ પણ સળગાવવામાં આવી હતી. બે સમાજના જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ખનીજના ખાડા બાબતે માથાકૂટ સર્જાયા બાદ મામલો તંગ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલિસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ વચ્ચે સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).