Face of Nation 13-12-2021: કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું આજે બ્રિટનમાં મોત થઈ ગયં છે. આ વેરિએન્ટથી મોતનો દુનિયાનો પ્રથમ મામલો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને તેની પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે બ્રિટનમાં ઝડપથી ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. આ વેરિએન્ટનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. બ્રિટનમાં આશરે 1500 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.
ઓમિક્રોનના ખતરાને જોતા ઈંગ્લેન્ડમાં 30 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તે માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. લંડનમાં રસીકરણ ક્લિનિકનો પ્રવાસ કરતા બોરિસ જોનસને કહ્યું કે, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસ હવે આવવા લાગ્યા છે.
બ્રિટનમાં શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશ્લેષણમાં ચેતવણી આપવામાં આવી છે કે બ્રિટનને જાન્યુઆરીથી ‘ઓમિક્રોન’માંથી નીકળતી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ કહે છે કે ઈંગ્લેન્ડમાં હાલમાં જે દરે ચેપ વધી રહ્યો છે તેના પરિણામે હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થશે.
અભ્યાસથી સંકેત મળે છે કે ઓમિક્રોન સાથે જોડાયેલા કેસની સંખ્યા ડેલ્ટા સ્વરૂપ સાથે જોડાયેલા કેસ કરતા આગળ નિકળી શકે છે. દેશમાં અત્યાર સુધી ડેલ્ટા સ્વરૂપ સાથે જોડાયેલા કેસ વધુ આવી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).