Home Sports દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે ભારતને હરાવ્યું; પંતની કેપ્ટનશિપની હારથી શરૂઆત, ડેવિડ મિલર-ડૂસેન...

દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે ભારતને હરાવ્યું; પંતની કેપ્ટનશિપની હારથી શરૂઆત, ડેવિડ મિલર-ડૂસેન વચ્ચે 64 બોલમાં 131* રનની પાર્ટનરશિપ!

Face Of Nation 09-06-2022 : ભારતીય ટીમે T20 ઈન્ટરનેશનલ મેચમાં સતત 13 મેચ જીતવાનો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગઈ છે. દ.આફ્રિકાએ પાંચ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતને 7 વિકેટથી હરાવી દીધું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 4 વિકેટના નુકસાને 211 રન કર્યા હતા. આ દરમિયાન ભારત માટે ઈશાન કિશને સૌથી વધુ 76 રન કર્યા હતા. જેના જવાબમાં દ.આફ્રિકાએ 19.1 ઓવરમાં 3 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી લીધો છે.
મિલર અને ડૂસેનની પાર્ટનરશિપ ટર્નિંગ પોઈન્ટ
દક્ષિણ આફ્રિકાએ 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારપછી ચોથી વિકેટ માટે ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડૂસેન વચ્ચે 64 બોલમાં અણનમ 131 રનની પાર્ટનરશિપે બાજી પલટી નાખી હતી. આ બંને બેટરે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે ભારતીય ટીમ એકપણ વિકેટ ત્યારપછી ન લઈ શકી અને મેચ હારી ગઈ હતી. તો બીજીતરફ ભારતે જીતવા માટે 212 રનનો ટાર્ગેટ દક્ષિણ આફ્રિકાને આપ્યો હતો. જેના જવાબમાં ટીમે પાવરપ્લેમાં વિસ્ફોટક પ્રદર્શન કર્યું હતું. 6 ઓવર સુધી દ.આફ્રિકાએ 2 વિકેટના નુકસાને 61 રન ફટકારી દીધા હતા. તો બીજી બાજુ ભારતના હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી.
પાવરપ્લેમાં ભારતની ઓપનિંગ જોડી હિટ
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ભારતીય ઓપનર્સની શરૂઆત આક્રમક રહી હતી. ઈશાન કિશન અને ગાયકવાડે 6 ઓવર સુધીમાં 51 રન સ્કોરબોર્ડમાં જોડી દીધા હતા. તો બીજી બાજુ દ.આફ્રિકન બોલર એનરિક નોર્ત્યાએ 2 ઓવરમાં 22 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 2 સિક્સર ખાધા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).