ફેસ ઓફ નેશન, 04-05-2020 : બોડકદેવ, સિંધુ ભવનના અનેક રહેવાસીઓ જ્યાંથી કરિયાણા સહિતની વસ્તુ ખરીદતા હતા તે બજરંગ સુપર માર્કેટના પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ આ તમામ લોકોને મેડિકલ ટિમ દ્વારા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સાથે જ આ વિસ્તારમાં મોટાપાયે સર્વેની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાંથી મોટા ભાગના લોકો અહીંથી ગ્રોસરી તેમજ શાકભાજી ખરીદતા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેને લઈને આ પાંચ વ્યક્તિઓ અનેક ગ્રાહકોના પણ સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન છે.
એસ.જી હાઇવે પર રહેતાં લોકો માટે ચિંતાજનક સમાચાર છે. બજરંગ સુપર માર્કેટના 5 કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સિંધુભવન રોડ પર બજરંગ સુપર માર્કેટ આવેલું છે. સ્ટોરની અંદરના 3 કર્મચારી અને સ્ટોરની બહાર ઉભા રહેનારા 2 કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જે બાદ બજરંગ સુપર માર્કેટને બંધ કરી દેવામાં આવ્યું છે. તો તમામ સ્ટાફનું પણ હવે ચેકઅપ કરવામાં આવશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમદાવાદ : જમાલપુરમાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો સાયરનો વગાડતા નીકળ્યો, લોકોમાં ભયનો માહોલ, Video
અમદાવાદ : જમાલપુરમાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો સાયરનો વગાડતા નીકળ્યો, લોકોમાં ભયનો માહોલ, Video
અમદાવાદ : આજે રવિવારે નોંધાયેલા 274 કોરોના પોઝિટિવ કેસોના સરનામા સહિતની માહિતી