Face Of Nation 20-05-2022 : સ્પેસએક્સ અને ટેસ્લાના CEO એલન મસ્ક પર યૌન ઉત્પીડનનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ મામલો દબાવવા માટે સ્પેસએક્સે ફ્લાઈટ એટેન્ડન્ટને 2,50,000 ડોલર (લગભગ 1.93 કરોડ) આપ્યા હતા. યૌન ઉત્પીડનનો આ મામલો 2016નો છે અને આ રકમ 2018માં આપવામાં આવી હતી. ફ્લાઈટ એટેન્ડન્ટ સ્પેસએક્સની કોર્પોરેટ જેટ ફ્લીટ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી હતી. તેને મસ્ક પર આરોપ લગાવ્યો છે કે મસ્ક તેની મંજૂરી વગર તેના પગ પર હાથ ફેરવી રહ્યો હતો અને સેકસ્યુઅલ એક્ટમાં ઈન્વોલ્વ થવાનું કહ્યું.
મસ્કના પ્રાઈવેટ કેબિનમાં આ ઘટના થઈ હતી
ફ્લાઈટ એટેન્ડન્ટના મિત્રના ઈન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ્સના આધારે કહેવામાં આવ્યું કે, મસ્કે તેને પોતાનો પ્રાઈવેટ પાર્ટ દેખાડ્યો અને તેને ઈરોટિક મસાજના બદલામાં ઘોડો આપવાની ઓફર કરી, ઘોડો એટલા માટે તે ઘોડેસવારી કરે છે. ફ્લાઈટ એટેન્ડન્ટને મસાજની ટ્રેનિંગ-તેનું લાયસન્સ લેવા માટે કહેવામાં આવ્યું, કે જેથી તે મસ્કને મસાજ કરી શકે. મસ્કના ગલ્ફસ્ટ્રીમ G650ERની પ્રાઈવેટ કેબિનમાં આ ઘટના થઈ હતી.
મસ્કે માલિશ માટે તેને રૂમમાં આવવાનું કહ્યું હતું
ફ્લાઈટ એટેન્ડન્ટે પોતાની મિત્રને જણાવ્યું હતું કે, એલન મસ્કે 2016માં ઉડાન દરમિયાન પોતાના આખા શરીરના માલિશ માટે તેને રૂમમાં આવવાનું કહ્યું હતું. જ્યારે તે પહોંચી, તો તેને જોયું કે મસ્કે શરીરના નીચલા ભાગને માત્ર ચાદરથી ઢાંકી રાખ્યો હતો. માલિશ દરમિયાન મસ્કે પોતાના જનનાંગોને એક્સપોઝ કર્યા અને પછી તેની બોડીને ટચ કર્યું.
પૈસા-ગિફ્ટ માટે સેક્સ્યુઅલ ફેવર નથી કરતી
જે બાદ મસ્કે સેક્સ્યુઅલ એક્ટમાં ઈનવોલ્વ થવા માટે ઘોડો ગિફ્ટ કરવાની ઓફર કરી. એટેન્ડન્ટે ઈનકાર કરી દીધો અને કોઈ પણ જાતના સેક્સ્યુઅલ એક્ટમાં ઈન્વોલ્વ થયા વગર માલિશ કરવાનું યથાવત રાખ્યું. તેમને કહ્યું, ફ્લાઈટ એટેન્ડન્ટ ઈઝ નોટ ફોર સેલ. તે પૈસા અને ગિફ્ટ માટે સેક્સ્યુઅલ ફેવર નથી કરતી. આ ઘટના લંડનની ફ્લાઈટ દરમિયાન ઘટી હતી.
ફ્લાઈટ એટેન્ડન્ટને હાંકી મુકવાના પ્રયાસ થવા લાગ્યા
ફ્લાઈટ એટેન્ડન્ટે પોતાના મિત્રને જણાવ્યું કે આ ઘટના પછી તેને લાગ્યું કે બધું સામાન્ય થઈ ગયું છે, પરંતુ તેને અનુભવ્યું કે તેની સાથે વ્યવહાર યોગ્ય થતો ન હતો. તેની શિફ્ટ ઘટાડવામાં આવી અને તે તણાવ અનુભવવા લાગી. તેને એવું લાગતું હતું કે જાણે તે હાંકી મુકવાના પ્રયાસો થઈ રહ્યાં છે અને તેને સજા આપવામાં આવી રહી છે.
મસ્કે મામલાને ગણાવ્યો રાજનીતિથી પ્રેરિત
ઈનસાડઈડે જ્યારે આ મામલાને લઈને મસ્ક સાથે સંપર્ક કર્યો તો તેમને જવાબ આપવા માટે અને સમય માગતા કહ્યું કે આ વાતમાં બીજી અનેક વાત છે જે લોકોની સામે નથી આવી. તેમને આ રાજનીતિથી પ્રેરિત ગણાવતા લખ્યું, ‘જો હું આવું બધું જ કરતો હોત તો 30 વર્ષના કેરિયરમાં આવી અનેક વાત સામે આવી હોત.’ એલન મસ્કે આ મામલાને લઈને એક ટ્વીટ પણ કર્યું અને તેને ‘એલનગેટ’ નામ આપ્યું. 2021માં તેમને એક ટ્વીટ કરી હતી, જેમાં તેમાં કહ્યું હતું, ‘જો મારી સાથે જોડાયેલો ક્યારેય કોઈ સ્કેન્ડલ હશે તો *કૃપયા* તેને એલનગેટ કહેજો.’ પોતાની ટ્વીટની સાથે તેમને ફની ઈમોજી પણ મૂકી હતી.
સ્પેસએક્સ અને ફ્લાઈટ એટેન્ડન્ટ વચ્ચે એક સમજૂતી
2018માં જ્યારે ફ્લાઈટ એટેન્ડન્ટે લાગવા માંડ્યું કે મસ્કના પ્રપોઝલનો સ્વીકાર ન કરવાને કારણે સ્પેસએક્સમાં તેનું કામ ઓછું થઈ ગયું છે અને તેમને કેલિફોર્નિયાની એક એમ્પ્લોયમેન્ટ લોયરને હાયર કરી. લોયરની મદદથી ફરિયાદ કંપનીના HR ડિપાર્ટેમેન્ટને મોકલી. જે બાદ એક મીડિએટરની સાથે સેશનમાં ફરિયાદનું સમાધાન કરવામાં આવ્યું. આ સેશનમાં મસ્ક પણ વ્યક્તિગત રીતે હાજર રહ્યાં હતા. મામલો ક્યારેય કોર્ટ સુધી ન પહોંચ્યો. નવેમ્બર 2018માં મસ્ક, સ્પેસએક્સ અને ફ્લાઈટ એટેન્ડન્ટ વચ્ચે એક સમજૂતી થઈ. આ સમજૂતી અંતર્ગત એટેન્ડન્ટને $ 2,50,000 આપવામાં આવ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World મસ્કના “ગલ્ફસ્ટ્રીમ પ્રાઈવેટ કેબિન”ની ઘટના; મસ્ક પર જાતીય સતામણીનો આરોપ; ફ્લાઈટ એટન્ડન્ટને...