Home Gujarat પેસેન્જરોએ મચાવ્યો હોબાળો : દુબઈથી ફ્લાઇટ અમદાવાદ આવી પરંતુ પેસેન્જરોનો લગેજ રહી...

પેસેન્જરોએ મચાવ્યો હોબાળો : દુબઈથી ફ્લાઇટ અમદાવાદ આવી પરંતુ પેસેન્જરોનો લગેજ રહી ગયો, એરલાઇને ઘરે પહોંચાડી દેવાની આપી ખાતરી!

Face Of Nation 16-07-2022 : સ્પાઇસ જેટની દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં કેટલાક પેસેન્જરોનો લગેજ આવ્યો ન હતો. એરાઇવલ એરિયામાં આવી ગયા પછી પણ લગભગ એક કલાક સુધી કન્વેયર બેલ્ટ પર લગેજ ન આવતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. એરલાઈન્સના અધિકારીઓએ લગેજ મિસિંગ ફોર્મ ભરાવી તમામ પેસેન્જરોને તેમના લગેજ એક બે દિવસમાં ઘરે પહોંચાડી દેવાની ખાતરી આપી હતી.
ચોમાસામાં ટેકનિકલ કારણોથી લગેજ આવ્યું નથી
ફ્લાઈટ એસજી 16 ગુરુવારે રાતે લગભગ 12.30 વાગે દુબઈથી 175 જેટલા પેસેન્જરો સાથે સવારે 5.00 વાગે અમદાવાદ પહોંચી હતી. કેટલાક પેસેન્જરોના લગેજ એકાદ કલાક સુધી રાહ જોવા છતાં આવ્યો ન હતો. જેના પગલે પેસેન્જરોએ હોબાળો મચાવતા એરલાઈન્સના અધિકારીઓએ સમજાવ્યું હતું કે, ચોમાસામાં ટેકનિકલ કારણોથી લગેજ આવ્યું નથી. કેટલાક પેસેન્જરોની ફરિયાદ હતી કે, તેમનાં કપડાં, દસ્તાવેજ સહિત જરૂરી સામાન બેગમાં હતો. તો બીજીતરફ એરલાઈન્સના અધિકારીઓએ કહ્યું કે, ચોમાસામાં ઘણીવાર ભારે વરસાદને પગલે ફ્લાઈટને જે તે એરપોર્ટ પર પહોંચ્યા બાદ ડાયવર્ટ કરાય છે. બીજા એરપોર્ટ સુધી પહોંચી શકાય તે માટે ફ્લાઈટમાં ફ્યુઅલ ટેંક ફુલ રખાય છે. જેના કારણે વજન વધી જવાથી રેન્ડમલી કેટલાક લોકોનું લગેજ ઉતારી દેવામાં આવે છે અને બીજા દિવસે અન્ય ફ્લાઈટ દ્વારા તેને મોકલી આપવામાં આવતું હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).