Face Of Nation 03-07-2022 : દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી તરફ આ વરસાદ પૂર્વોત્તર રાજ્યો માટે આફતનું કારણ બન્યો છે. તેમાં આસામ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. તો બીજીતરફ રાજ્યના 34માંથી 27 જિલ્લાના ઓછામાં ઓછા 1,934 ગામો હજુ પણ પૂરની ઝપેટમાં છે. એપ્રિલથી અત્યાર સુધીમાં પૂર અને ભૂસ્ખલનથી કુલ મૃત્યુઆંક વધીને 174 થઈ ગયો છે. કેટલીક નદીઓમાં પાણીનું સ્તર ઘટી ગયું છે, જેથી સ્થિતિ સુધરી છે, પરંતુ બ્રહ્મપુત્રા, કોપિલી, દિસાંગ અને બુરહિડીહિંગ જેવી નદીઓ હજુ પણ ઘણી જગ્યાએ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે.
23 જિલ્લામાં 404 રાહત શિબિરો શરૂ કરી
138 રાહત કેન્દ્રો રાહત સામગ્રી મોકલી રહ્યા છે જિલ્લા સત્તાવાળાઓએ 23 જિલ્લામાં 404 રાહત શિબિરો શરૂ કરી છે, જેમાં 2 લાખ 77 હજાર લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 138 રાહત કેન્દ્રો દ્વારા પૂર પ્રભાવિત લોકો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે લોકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે. SDRF અને NDRF બચાવ કાર્યમાં લાગેલા છે પૂરના કારણે 50,714 હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. સેંકડો ઘરો, રસ્તાઓ, પુલ, સિંચાઈ નહેરોને નુકસાન થયું છે, અને લાખો પાલતુ પશુઓને પણ તકલીફ પડી રહી છે. SDRF અને NDRFની ટીમો સતત બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. આ દરમિયાન, આસામમાં પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લીધા પછી, કેન્દ્ર સરકારની આંતર-મંત્રાલય ટીમ અને ગૃહ મંત્રાલયની ટીમે રાજ્ય સરકાર, ભારતીય સેના, ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).