Home News દેવીનાં દર્શન પછી શક્તિપ્રદર્શન : આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ, સાંજ સુધીમાં થઈ...

દેવીનાં દર્શન પછી શક્તિપ્રદર્શન : આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ, સાંજ સુધીમાં થઈ જશે ચિત્ર સ્પષ્ટ; શિંદે જૂથ પહેલા ગોવા પછી મુંબઈ આવશે!

Face Of Nation 29-06-2022 : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સામે આખરે ફ્લોર ટેસ્ટનો પડકાર આવ્યો છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવાર રાતે અવિશ્વાસનો પ્રસ્તાવ પત્ર રાજ્યપાલને ભગત સિંહ કોશ્યારીને આપ્યો હતો. ત્યાર પછી કોશ્યારીએ ગુરુવાર સવારે વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે
તેઓએ કહ્યું છે કે 30મી જુલાઈ એટલે કે ગુરુવારના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. તે સવારે 11 વાગ્યે શરૂ થાય અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં કોઈપણ સ્થિતિમાં પૂરો કરી લેવામાં આવે. આ દરમિયાન ગુવાહાટીમાં 39 શિવસેનાના ધારાસભ્યો સાથે રહેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે આજે તેઓ મુંબઈ આવવા રવાના થશે. તો બીજીતરફ કહેવામાં આવી રહ્યું છે કે બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટીથી પહેલા ગોવા અને ત્યાર બાદ મુંબઈ લવાશે. આ માટે ગોવાની તાજ કન્વેન્શ હોટલમાં 71 રૂમ પણ બૂક કરાયા છે.
શિંદે કામાખ્યા દેવીના દર્શન માટે પહોંચ્યા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે બુધવારે રેડિસન બ્લુ હોટેલથી કામાખ્યા મંદિરનાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે 3 થી 4 ધારાસભ્યો પણ હાજર હતા. મંદિરમાં, શિંદેએ આરતીમાં ભાગ લીધો, પૂજા કરી હતી.
ફડણવીસ અવિશ્વાસ પ્રસ્તાવ સાથે રાજભવન પહોંચ્યાં
મહારાષ્ટ્રનો રાજકીય ગરમાવો આઠમા દિવસે રાજભવન સુધી પહોંચ્યો હતો. મંગળવારે મોડી રાત્રે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન અને ચંદ્રકાંત પાટીલ ઉદ્ધવ સરકાર સામે ફ્લોર ટેસ્ટની માંગ સાથે રાજભવન પહોંચ્યા હતા. જો રાજ્યપાલ ફ્લોર ટેસ્ટની નોટિસ સામે ઉદ્ધવ સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. ખરેખરમાં 26મી જૂને સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે શિવસેના, ડેપ્યુટી સ્પીકર, મહારાષ્ટ્ર પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ મામલે કોર્ટની આગામી સુનાવણી 11મી જુલાઈના રોજ છે.
ફડણવીસે કહ્યું- ઉદ્ધવ સરકાર બહુમત સાબિત કરે
આ પહેલા મંગળવારનાં દિવસે દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અહીંથી તેઓ સાંજે મુંબઈ પહોંચ્યા હતા અને ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા ગયા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મુલાકાત પછી ફડણવીસે રાજભવનની બહાર કહ્યું- ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે, બહુમત સાબિત કરે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).