ફેસ ઓફ નેશન, 11-04-2020 : નારોલ અને આસપાસના ગામોમાં રહેતા બે હજાર ગરીબોને ભોજન પૂરું પાડવામાં આવે છે. ૐ સાંઈ ભજન મંડળ દ્વારા આ ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે. જેમાં અનેક યુવકો પોતાની યથાશક્તિ મુજબ સેવા આપી રહ્યા છે.
નિયમિત સવાર સાંજ ગરીબોને અલગ અલગ ભોજન અપાય છે. આ અંગે માહિતી આપતા પોરશ પટેલે જણાવ્યું હતું કે, ભુખ્યાને ભોજન આપવાની આ ઉત્તમ સેવા છે. આનાથી મોટી કોઈ સેવા નથી. લોકડાઉનને લઈને વિસ્તારમાં કોઈ ભૂખ્યું ન સુવે તે અમારો મંત્ર છે. જેને સાર્થક કરવા દિવસ રાત પ્રયાસ કરી રહ્યા છે આ ભોજનનો લાભ નારોલ સહીત આસપાસના વિસ્તારોને મળી રહ્યો છે. યુવાનો મોટી સંખ્યામાં આ સેવામાં જોડાયા છે. જેમના અમે ઋણી છીએ.
આર્યન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આકાશ પટેલ છે. સારથી ફાઉન્ડેશનના પ્રમુખ અને મહીસાગર જિલ્લાના યુવા પ્રભારી મયુરભાઈ પટેલ છે. યુવા સોશ્યલ ગ્રુપ પ્રતીક કાનાણી છે. જેઓએ જણાવ્યું હતું કે 600 કીલો શાક અને નિકોલ,વસ્ત્રાલ, ઓઢવ વિસ્તારની સોસાયટીઓમાંથી આશરે 24,000 જેટલી રોટલી ભાખરી ઉઘરાવીને વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાઓના યુવાનો નિ:સ્વાર્થ ભાવથી સેવા કરે છે.
અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે