Face Of Nation, 18-09-2021: તહેવારોની સિઝન પૂર્ણ થઈ ગઇ હોવા છતાં ખાદ્યતેલોમાં ફરી એક વાર વધારો નોંધાયો છે. ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 40નો વધારો નોંધાયો છે. તો પામોલીન તેલમાં બે દિવસમાં રૂપિયા 15નો વધારો ઝીંકાયો હતો. જેના લીધે કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2,405થી લઈને 2,455 રૂપિયાના ભાવે માર્કેટમાં વેચાતો થયો હતો. સિંગતેલના ડબ્બામાં રૂ. 20 વધતા રૂપિયા 2,535થી લઈને 2,585 રૂપિયા સુધીના સોદા થયા હતાં.રાજકોટમાં તેલના ભાવ ભડકે બળી રહ્યાં છે.
છેલ્લાં ઘણાં દિવસોથી કપાસિયા તેલ પણ સિંગતેલની લગોલગ આવી ગયું છે. આ કારણોસર લોકોના ખિસ્સા પર તેની ભારે અસર જોવા મળી રહી છે. તેમ છતાં આ ભાવને કાબૂમાં કરવા પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું અધિકારીઓ કહી રહ્યાં છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ 32 વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મૂકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)