Home Gujarat સવાલા ગામે લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂટ પોઈઝનિંગ, બાળકોની સંખ્યા...

સવાલા ગામે લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂટ પોઈઝનિંગ, બાળકોની સંખ્યા વધુ

Face Of Nation 05-03-2022 : મહેસાણામાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. દર્દીઓને આસપાસની હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ દર્દીઓની મુલાકાત લઇને તેમની સ્થિતિ જાણી છે.
15 હજાર જેટલા લોકોનું જમણવાર રાખવામાં આવ્યું
મહેસાણાના વિસનગરના સવાલા નજીક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં લગભગ 15 હજાર જેટલા લોકોનું જમણવાર રાખવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણના સંબંધીના ત્યા આ લગ્ન પ્રસંગ હોવાની માહિતી મળી છે. લગ્નમાં જમણવાર બાદ લગભગ 1225 લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું ડિઝાસ્ટર વિભાગમાં નોંધાયુ છે. આ તમામ લોકોને ઝાડા-ઊલ્ટી સહિતની સમસ્યાઓ થઇ હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ તમામને મહેસાણા, વિસનગર અને વડનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા કલેકટર, એસપી સહિતનું તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. દર્દીઓને વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર અને ગાંધીનગર સિવિલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
કુલ 1225 જેટલા દર્દીઓ નોંધાયા
સવાલામાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમવાથી મોટી સંખ્યામાં ફૂડ-પોઇઝનિંગ થતાં લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલ કુલ 1225 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે, જેમાં આખી રાત ડોકટરની ટીમ અને મેડિકલ સ્ટાફ વિવિધ હોસ્પિટલમાં હાજર રહી તેમને સારવાર આપી હતી. 95% દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેમને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હજી પણ ઘણા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
કઇ હોસ્પિટલમાં કેટલા દર્દીને સારવાર અપાઈ
આરોગ્યતંત્રથી મળતી વિગતો અનુસાર, વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઊંઝા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50, અમદાવાદ સિવિલમાં 12, ગાંધીનગર સિવિલમાં 32 મળી કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).