Face Of Nation 27-06-2022 : ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં આ વર્ષે સૌ પ્રથમવાર અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરની ઝાંખી કરાવતું ટેબ્લો રજૂ કરાશે. આબેહૂબ જેવું રામ મંદિર બનવાનું છે તેવું જ શિખર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ચાંદીની જે ઈંટો મૂકવામાં આવી હતી તેવી પ્રતિકૃતિ દર્શાવતી ટ્રક રથયાત્રામાં જોડાશે. સૌ પ્રથમવાર રથયાત્રામાં ભવ્ય રામમંદિર તેમજ જમાલપુર જગન્નાથ મંદિરની પણ ઝાંખી કરાવતી ટ્રક જોડાશે. આ ઉપરાંત અમરનાથ યાત્રાનું ટેબ્લો પણ રજૂ કરાશે. 145મી રથયાત્રામાં લોકોને ભારતીય સંસ્કૃતિ ઉપરાંત ધાર્મિક, દેશપ્રેમ અને વેશભૂષાનો ઝાંખી કરાવતી ટ્રકો જોવા મળશે.
પોલીસ વહેલા પહોંચનારી 10 ટ્રકોને ઈનામ આપશે
રથયાત્રામાં જોડાતા ટ્રકોના એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, રથયાત્રામાં 101 જેટલી ટ્રકો અને એસોસિએશનની જીપ જોડાશે. ભારતીય સંસ્કૃતિ ધાર્મિક, દેશપ્રેમ અને વેશભૂષા દર્શાવતી ટ્રકો જોડાશે. 11 ધાર્મિક, 11 શણગારેલી અને 11 વેશભૂષા દર્શાવતી ટ્રકોને ટ્રક એસોસિયેશન તરફથી ઇનામ આપવામાં આવશે જ્યારે દરેક ટ્રક સંચાલકને એસોસિએશનના પ્રમુખ ડો. લલિત લોધા તરફથી ઇનામરૂપે લ્હાણી આપવામાં આવશે. રથયાત્રાના દિવસે સૌથી પહેલા વહેલી સવારે છ વાગ્યે જે 10 ટ્રકો જગન્નાથ મંદિરે રથયાત્રામાં જોડાવા પહોંચશે તેને પોલીસ તરફથી કુલ 3 લાખનું ઇનામ આપવામાં આવશે.
પહેલીવાર રથયાત્રામાં અયોધ્યાના રામ મંદિરની ઝલક
સૌપ્રથમવાર ભગવાન રામનું ભવ્ય રામમંદિર અયોધ્યામાં બની રહ્યું છે તેની ઝાંખી કરાવતું ટેબ્લો ઇસનપુર વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ પટેલ દ્વારા તૈયાર કરાયું છે જે રથયાત્રામાં જોડાશે. અયોધ્યામાં બનનારા રામ મંદિરની ટ્રક જોડાશે જેમાં ફાઇબરની શીટથી આખું ભવ્ય રામમંદિર ઉભું કરવામાં આવશે. મંદિરનું શિખર, હનુમાનજીની મૂર્તિ અને વડાપ્રધાન મોદી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જે ચાંદીની ઈંટો મૂકવામાં આવી હતી તેની પ્રતિકૃતિ વગેરેથી સમગ્ર મંદિર બનાવવામાં આવશે અને રથયાત્રામાં લોકોને રજૂ કરવામાં આવશે. રથયાત્રાના બે દિવસ પહેલા આ ટ્રક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
દરેક ટ્રકમાંથી પ્રસાદનું વિતરણ કરાશે
દરેક ટ્રકમાં મગ, જાંબુ, કેરીનો પ્રસાદ આપવામાં આવશે. જ્યારે પણ ટ્રક ઊભી રહેશે ત્યાં જ પ્રસાદ આપવામાં આવશે ચાલુ ટૂંકમાં કોઇપણ વ્યક્તિ દ્વારા પ્રસાદ આપવામાં આવશે. એક ટ્રકમાં 25 માણસો, પાંચ કોન્સ્ટેબલ, બે હોમગાર્ડ અને એક PSI કક્ષાના અધિકારી રહેશે. ટ્રકમાં બેસનારા તમામ લોકોના નામ અને ઓળખ કાર્ડ પોલીસ દ્વારા મંગાવાયા છે જે જમા કરાવવા આવશે. પોલીસ દ્વારા રથયાત્રામાં ટ્રકો અને ઝડપથી દોડાવવામાં આવે છે જેના કારણે ઘણી વખત લોકો પ્રસાદ વિહોણા રહી જતા હોય છે.
80 ટકા ટ્રકોનો ફિટનેસ સર્ટિફિકેટ નીકળી ગયા
ડો. લલિત લોધાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે રથયાત્રામાં જોડાનારી ટ્રકોનું ફિટનેસ સર્ટિફિકેટ જમાલપુર ખાતે આવેલા એએમટીએસના ડેપો ખાતેથી કાઢીને આપવામાં આવતું હતું. પરંતુ ચાલુ વર્ષે સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ ખાતેથી ટ્રકમાં માલિકો દ્વારા કઢાવવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. જેનાથી ત્યાં જઈને ફીટનેસ સર્ટિફિકેટ કઢાવવુ પડે છે અને જેના માટે તેઓ આરટીઓના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા એક ટ્રક દીઠ રૂ. 400 થી 500 રૂપિયા માંગવામાં આવે છે અને આ બાબતે કોઈ પહોંચ પણ આપવામાં આવતી નથી. પૈસા લઈ અને તેઓ ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપે પરંતુ પહોંચ આપી નથી. 80 ટકા લોકોએ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી લીધા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat રથયાત્રામાં પહેલીવાર અયોધ્યાના રામમંદિરની ઝાંખી; મંદિરે પહેલા પહોંચનારી 10 ટ્રકને અપાશે ઈનામ,...