Face Of Nation 27-03-2022 : ગુજરાતમાં સરકારી ભરતીના એક પછી એક પેપર ફૂટી રહ્યાં છે ત્યારે આજે વધુ એક પેપર ફૂટી ગયું છે. આજે રાજયભરમાં વન રક્ષક (Forest guard) ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પેપર પણ ફૂટી ગયું છે. મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી આ પેપર ફૂટ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક લેટર પેડ પર એ જ સવાલો છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારે આખરે આ પેપર આવ્યુ ક્યાંથી. વિદ્યાર્થીઓએ જે મહેનત કરી તેનુ શું. જો આવુ જ ચાલતુ રહેશે તો પરીક્ષા પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી જશે. તેવા સવાલો ઊઠાવવામાં આવ્યા છે.
‘ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ’
પેપર ફૂટવા મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે સરકાર પાર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબત છે. હવે તો હદ થઇ, હવે પેપર નિષ્પક્ષ પણે આ સરકારથી ના લઈ શકાતા હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારાથી નિષ્પક્ષપણે આયોજન ના થતું હોય તો અમારા જેવા યુવાનો આ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરવા તૈયાર છે.
અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપી
આજે રાજ્યમાં વન રક્ષક – વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. વર્ષ 2018માં ભરતી બહાર પાડવામા આવી હતી તેના માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. આખરે ફોર્મ ભરાયાને 4 વર્ષ પછી બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. લેખિત કસોટી બાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની હતી, તે પહેલા જ પેપર ફૂટવાની ઘટના બની છે. પરીક્ષા માટે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા હોવાથી વયમર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને રાહત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો. જોકે સરકાર તરફથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પરીક્ષા બરાબર જ લેવાઈ હોવાનું જણાવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).