Home Uncategorized ગુજરાતના પૂર્વ CM રૂપાણી અને રાજકોટ પોલીસના કારનામાનો રાફળો ફાટ્યો : પદનો...

ગુજરાતના પૂર્વ CM રૂપાણી અને રાજકોટ પોલીસના કારનામાનો રાફળો ફાટ્યો : પદનો દુરુપયોગ

Face of Nation 08-02-2022 : ગુજરાતના પૂર્વ સીએમ અને માત્ર ઉદ્ઘાટન કરનારા મુખ્યમંત્રીની છાપ ધરાવતા એવા વિજય રૂપાણીના એક પછી એક કારનામાઓ બહાર આવી રહ્યા છે. જયારે રૂપાણી ગુજરાતના સીએમ હતા ત્યારે જાણે કે, તેમના નજીકના રાજકોટવાસીઓનું જ ગુજરાત ઉપર રાજ હતું. ક્રાઇમબ્રાન્ચથી માંડીને પોલીસ સ્ટેશનોમાં રૂપાણીના અનુયાયીઓ જઈને રોફ જમાવતા હતા. જો કે સીએમની શેખી મારીને આવતા લોકોએ કહ્યું એમ પોલીસે કર્યું અને આજે પોલીસના પણ એક પછી એક કારનામાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. પોલીસના કારનામાઓમાં તો ખુદ અધિકારીઓની જ સંડોવણી હોવાના આરોપો થઇ રહ્યા છે. રાજકોટમાં વધુ એક વ્યક્તિએ પોલીસે તેની અરજી ઉપર કોઈ કાર્યવાહી નહીં કરીને સીએમ રૂપાણીના ઈશારે કામગીરી કર્યાંનો આરોપ કર્યો છે.
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુના અટકાવવાના બદલે ગુનેગારની માફક હવાલા લઇ તોડ કરવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાંચથી દુભાયેલા વધુ ત્રણ વેપારીઓએ આજે મીડીયા સમક્ષ આવી ક્રાઇમ બ્રાંચ દ્વારા કરાયેલા અમાનુષી ત્રાસ અને બળજબરીથી કોરા ચેક લખાવી લીધા હોવાની રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કુવાડવા રોડ પટેલ પર વિહાર રેસ્ટોરન્ટ પાછળની 12 કરોડની જમીન ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આરોપ છે. તેમજ પીએસઆઇ ઉપેન્દ્ર જોગરાણાએ માત્ર 35 લાખ આપી પતાવટ કર્યો હોવાનો આરોપ છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ જગ્યા પર જૈન દેરાસર બનાવવા માટે જગ્યા ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આરોપ છે. જેમાં ભોગ બનનાર દિપક ભરવાડ મીડિયા સામે આવ્યા હતા.
અન્ય એક કિસ્સામાં પોલીસ ઉપર આક્ષેપ થયો છે. રાજકોટમાં રહેતા અને લાતી બજારમાં પેઢી ધરાવતા રાજેન્દ્ર અમૃતલાલ જોગી અને નીકુંજ અમૃતલાલ જોગીએ આજે પત્રકારો સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. વેપારી બંધુઓએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગાંધીધામના રવિ શર્મા નામના વેપારી પાસેથી માલ મંગાવ્યો હતો પરંતુ, બન્ને વેપારી વચ્ચે કોઇ પ્રોબ્લેમ થતાં રાજકોટના વેપારીએ મંગાવેલો માલ પરત મોકલી દીધો હતો. ત્યારબાદ થોડા સમય પહેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અરજદાર રવિ શર્મા સાથે વેપારીની પેઢી પર અને ઘરે આવી બન્ને ભાઇઓને ધમકાવી બળજબરીથી ક્રાઇમ બ્રાંચ ઉપાડી ગયા હતા. જ્યાં બન્ને વેપારીઓને ડરાવી ધમકાવી, વેપાર ધંધા બંધ કરાવીદેવાની અને છ માસ સુધી જેલમાંથી નહીં છુટી તેવી બીક બતાવી વેપારી પાસેથી 3.80 લાખની રકમ લખેલા સહી કરેલા બે કોરા ચેક બળજબરીથી પડાવી લીધા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).