Home Uncategorized ‘મારા અને પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી’, CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

‘મારા અને પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી’, CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

Face Of Nation, 21-11-2021: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરતમાં અલગ અલગ સામાજિક પ્રસંગોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પહેલી વખત સુરત આવ્યા હતા. હાલ જ્યારે રાજકોટના જૂથવાદના પ્રકરણ મુલાકાત પર સૌની નજર છે ત્યારે પાટીલ બાદ વિજય રૂપાણીએ આ જૂથવાદ પર ખુલાસો કર્યો. તેમણે કહ્યુ કે, મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી. અમારા વચ્ચે નારાજગી નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે. પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે. સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યા છીએ.

ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (cr patil) રાજકોટની મુલાકાતે હતા. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે હતા, ત્યારે આ મુલાકાતમાં રાજકોટના ત્રણ દિગ્ગજ નેતાની ગેરહાજરીએ ચર્ચા જગાવી હતી. આ મુલાકાતમાં પૂર્વ CM વિજય રૂપાણી (vijay rupani), વજુભાઇ વાળા અને નીતિન ભારદ્વાજની ગેરહાજરી દેખાઈ હતી. આ જૂથવાદ વિશે પાટીલે ખુલાસો કર્યો હતો કે, રાજકોટમાં કોઈ જૂથવાદ નથી. રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આગામી ચૂંટણીને લગતા પડકારો છે. આગામી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે.

તો રાજકોટના સ્નેહમિલન કાર્યક્રમ બાદ સીઆર પાટીલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. જેમાં બંને વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં પાટીલે બેઠક યોજી રામ મોકરીયાને પ્રમોટ કરવાની ચર્ચા કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. બીજીતરફ નરેશ પટેલને પણ સામે ચલી મળવા ગયા હતા. અને તેની સાથે પણ બેઠક યોજી હતી. જેમાં 2022માં પણ પાટીદારોનું વર્ચસ્વ યથાવત રહે તેવી રણનીતિ ઘડાશે તેવી માહિતી સૂત્રોમાંથી મળી છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)