Home Uncategorized ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન,દેશભરમાં શોકની લાગણી

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન,દેશભરમાં શોકની લાગણી

Face Of Nation:નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની તબિયત નાદુરસ્ત થવાના કારણે તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. રાજનાથસિંહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ એઈમ્સ પહોંચ્યા છે. 67 વર્ષીય સુષ્મા સ્વરાજને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર મળતાં જ સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન એઈમ્સ પહોંચી ગયા હતા.સુષ્મા સ્વરાજના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું ભારતીય રાજનીતિનો એક ચમકતો અધ્યાય ખતમ થયો.