Face Of Nation 14-07-2022 : શ્રીલંકાથી ભાગી ગયેલા પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બે દિવસથી માલદીવમાં છે. અહીંના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે સિંગાપોર જવા માટે માલદીવ સરકાર પાસે પ્રાઈવેટ જેટની માંગણી કરી છે. આ દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યા છે કે તેઓ અહીંથી દુબઈ પણ જઈ શકે છે, પરંતુ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
ભાઈ બાસિલ રાજપક્ષે પણ અમેરિકા ભાગી ગયો
આ દરમિયાન, રાજપક્ષે મોડી રાત્રે માલદીવના વેલાના ઇન્ટરનેશનલ એરપોર્ટથી સિંગાપુર જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ અહીં થઈ રહેલા પ્રદર્શનના ડરથી ફ્લાઇટ છોડી દીધી હતી. માલદીવમાં રહેતા શ્રીલંકાના નાગરિકોએ રાજપક્ષેનો વિરોધ કર્યો હતો અને તેમને શ્રીલંકા પાછા મોકલવાની માંગ કરી હતી. તો બીજીતરફ ગોટાબાયા રાત્રે કોલંબોથી માલદીવ પહોંચ્યા હતા. તેની સાથે તેની પત્ની અને બે અંગરક્ષકો પણ છે. રાજપક્ષેનો ભાઈ બાસિલ રાજપક્ષે પણ અમેરિકા ભાગી ગયો છે. બીજી તરફ સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ કહ્યું કે ગોટાબાયાનું રાજીનામું હજુ સુધી મળ્યું નથી.
શ્રીલંકામાં વિરોધ પ્રદર્શનમાં એકનું મોત, 75 ઘાયલ
રાજપક્ષેના દેશ છોડ્યા બાદ શ્રીલંકાના લોકોનો રોષ ભભુકી ઉઠ્યો હતો. રાજધાની કોલંબોની શેરીઓમાં દેખાવકારો ભારે આક્રોશ સાથે તોફાનો કરી રહ્યા છે. લોકોના ઉગ્ર વિરોધને જોઈને સેનાએ નાગરિકોની સામે પોતાના હથિયારો નીચે મુકી દીધા છે. તોમના પર કાબુ માળવવા માટે, તેઓ માત્ર ટીયર ગેસના શેલ છોડી રહ્યા છે અથવા હળવા બળનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન, એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 75 થી વધુ લોકો ઘાયલ થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ માલદીવથી નીકળી શક્યા નહીં : પ્રદર્શનના ભયથી સિંગાપોરની ફ્લાઇટ...