Face Of Nation 05-05-2022 : લોકસભાના સ્પીકર ઓમ બિરલાના નામે નકલી વ્હોટ્સઅપ એકાઉન્ટ બનાવીને સાંસદોને મેસેજ મોકલવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્પીકરે ટ્વીટ કરીને ઘટનાની માહિતી આપી છે. એ પછીથી અધિકારી હરકતમાં આવી ગયા છે. મામલામાં અત્યારસુધીમાં પોલીસે 3ની ધરપકડ કરી છે.
સ્પીકરે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી
સ્પીકરે ઓમ બિરલાની આ ઘટનાને લઈને ટ્વીટ કરતાં લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. બિરલાએ લખ્યું છે કે કેટલાંક અસામાજિક તત્ત્વોએ મારા નામથી વ્હોટ્સઅપ પર ફેક એકાઉન્ટ બનાવ્યું છે, જેનો નંબર 7862092008, 9480918183 અને 9439073870 છે. આ તમામ તત્ત્વોથી તમે પણ સાવધાન રહેજો. તો બીજીતરફ ઓમ બિરલાના આ ટ્વીટ પછી ઓડિશા પોલીસે નંબર ટ્રેસ કરીને 3 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 19 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ઓડિશા પોલીસના એક અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આરોપીઓની પાસેથી 48 મોબાઈલ હેન્ડ સેટ અને લગભગ 19 હજાર પ્રી-એક્ટિવ સિમકાર્ડ પણ મળ્યાં છે. હાલ આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ટેલિકોમ પ્રોવાઈડરના માધ્યમથી ફ્રોડ થતું હતું
ઓડિશા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ઓમ બિરલાની તસવીર લગાવીને વ્હોટ્સઅપ એકાઉન્ટ બનાવતો હતો, સાથે જ ઓનલાઈન શોપિંગ એકાઉન્ટ પણ બનાવતો હતો. એ પછીથી તે અલગ-અલગ ટેલિકોમ પ્રોવાઈડરની સાથે મળીને પ્રી-એક્ટિવ સિમકાર્ડ લેતો હતો. પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર તે તેને 400 રૂપિયા પણ આપતો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).