Face Of Nation 11-05-2022 : AMC સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં સ્માર્ટ સ્કૂલ અંતર્ગત AMC સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન મોબાઈલ અપાશે. જેમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટેની સુવિધા આપવામાં આવશે.
સ્માર્ટફોન માટે 5 હજાર બાળકોની ઓળખ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં 443 શાળાઓમાં 1 લાખ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓના માતા-પિતા ન હોય તેમને તથા જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિકતા આપી પહેલા સ્માર્ટફોન આપવામાં આવશે. હાલના તબક્કે 5 હજાર જેટલા બાળકોની ઓળખ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવશે.
10 હજારનો સ્માર્ટફોન વિદ્યાર્થીઓને અપાશે
આવનારા સમયમાં AMC સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં અંદાજે 10 હજારની કિંમતનો સ્માર્ટફોન આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. AMC સ્કૂલ બોર્ડની શાળામાં ભણતા જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓને આ સ્માર્ટફોન આપવામાં આવશે. આવનારા નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને આ નવા સ્માર્ટફોન આપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat AMC સ્કૂલ બોર્ડ દ્વારા 5000 અનાથ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 10,000 રૂ.નો સ્માર્ટ ફોન...