Face Of Nation:સિવિલમાં સફાઈ કામદાર પૈસા ઉપાડવા ગયા હતા ત્યાં તેમને પૈસા ઉપાડતા આવડતા એક છોકરીની મદદ લીધી હતી. અજાણી છોકરી તેમના ખાતામાંથી રૂપિયા 17 હજાર ઉપાડી આપ્યા બાદ એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમ કાર્ડ પરત કર્યું હતું. બાદમાં વૃદ્ધ સફાઈ કામદારના ખાતામાંથી રૂ 18,500 ઉપડી જતાં તેમની સાથે છેતરપિંડી આચરી હોવાની જાણ થતાં તેમણે દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરી હતી.
ડીસાના રેલવેસ્ટેશન વિસ્તાર ખાતે રહેતા સુરેશભાઈ રાજાભાઈ રાઠોડ સિવિલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને એસ.બી.આઈ બેંકમાં ખાતું ધરાવે છે. 3 જુલાઈ 2019એ તેઓ એક્સિસ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. આ દરમિયાન એટીએમમાં એક અજાણી છોકરી ઊભી હતી. જોકે તેઓને પૈસા ઉપાડતા ન ફાવતા છોકરીની મદદ માંગી હતી. જેથી આ છોકરીએ તેઓને રૂપિયા 17 હજાર ઉપાડી એટીએમ કાર્ડ પરત આપ્યું હતું. જોકે ઘરે આવીને જોતા તેમનું એટીએમ કાર્ડ બદલાયેલું હોવાનું માલુમ થયું હતું. બાદમાં તેમના ખાતા માંથી રૂ 18, 500 ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ થયું હતું. અંતે તેઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરી હતી પરંતુ પોલીસ તરફથી તેમને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો હોવાનું જણાવ્યુ હતું.