Face Of Nation, 29-09-2021: જાપાનમાં પૂર્વ વિદેશમંત્રી ફુમિયો કિશિદા નું હવે નવા પ્રધાનમંત્રી બનવાનું નક્કી છે. તેમની સત્તારૂઢ પાર્ટી એટલે કે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણી જીતી લીધી છે. 64 વર્ષીય કિશિદા પહેલા આ પદ પર બિરાજમાન યોશીહિદે સુગાની જગ્યા લેશે. તે પણ એક વર્ષની અંદર જ પ્રધાનમંત્રી પદ છોડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજની સત્તારૂઢ પાર્ટીમાટે નવા નેતા માટે વોટિંગ થઈ છે. તેમની પાર્ટી અને ગઠબંધન સહયોગી પાસે સંસદીય બહુમત છે.
જાપાનમાં આગળના પ્રધાનમંત્રીની રેસમાં શામિલ 4 ઉમેદવારોમાંથી બે મહિલાઓ પણ હતી. સાને તાકાઈચી અને સેકો નોડા ગત 13 વર્ષમાં દેશની પ્રથમ મહિલાઓ છે. જેમણે પ્રધાનમંત્રી પદની ચૂંટણીમાં સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટીક પાર્ટી ના નેતૃત્વમાં પોતાની દાવેદારી રજુ કરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)