Home News ઉદયપુરમાં તાલિબાની હત્યા : કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરાયા; પત્નીએ કહ્યું- હત્યારાઓને આપો...

ઉદયપુરમાં તાલિબાની હત્યા : કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરાયા; પત્નીએ કહ્યું- હત્યારાઓને આપો ફાંસી, કરફ્યુ હોવા છતાં લોકોની ભારે ભીડ ઉમટી!

Face Of Nation 29-06-2022 : ઉદયપુરમાં માર્યા ગયેલા કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરાયાં છે. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો શહેરના સૌથી મોટા સ્મશાન ઘાટ અશોક નગર પહોંચ્યા છે. આ ઘટનાના વિરોધમાં સમગ્ર શહેર બંધ છે. આ પહેલા જ્યારે પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમની પત્નીએ કહ્યું કે હત્યારાઓને ફાંસીની સજા મળવી જોઈએ, નહીં તો આ લોકો ઘણા લોકોને મારી નાખશે.
NIA અને SITની ટીમ ઉદયપુર પહોંચી ગઈ
તાલિબાનોની જેમ હત્યા કર્યા બાદ ઉદયપુરમાં ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે. 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક ઈન્ટરનેટ બંધ છે અને 1 મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રે ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ દરમિયાન ભાજપે ઉદયપુર બંધનું એલાન આપ્યું છે. તો બીજીતરફ હત્યાના 4 કલાક બાદ બે આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બરની ધરપકડ કરવામાં આવી છે. NIA અને SITની ટીમ ઉદયપુર પહોંચી ગઈ છે. પૂછપરછ બાદ NIA પોતાના હાથમાં તપાસ સંભાળી શકે છે. SIT ટીમમાં ADG અશોક રાઠોડ સહિત ચાર લોકો ઉદેપુર પહોંચી ગયા છે.
જે પણ જાણવા મળશે, તે હું જણાવીશ : ગેહલોત
જોધપુરથી જયપુર જતા સમયે અશોક ગેહલોતે ઉદયપુરની ઘટના પર કહ્યું- શું પ્લાન અને ષડયંત્ર હતું. કોની લિંક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કડી શું છે. આ તમામ બાબતો બહાર આવશે. આ ઘટના સામાન્ય નથી. કેટલાક અસામાજીક તત્વો હોઈ શકે છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જે પણ જાણવા મળશે, તે હું જણાવીશ. તો બીજીતરફ આટલું જ નહીં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા પણ પરિવારજનોને મળવા ઉદયપુરની એમબી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે સરકારનાં ગુપ્તચર વિભાગની આ નિષ્ફળતા છે. ગુનેગારોમાં હવે કોઈ ડર રહ્યો નથી. અત્યાર સુધી ઘણા એસએચઓને હટાવ્યા નથી.
મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી
સીએમ અશોક ગેહલોત પણ ત્રણ દિવસનો જોધપુર પ્રવાસ અધવચ્ચે છોડીને જયપુર જવા રવાના થઈ ગયા છે. જયપુર પહોંચ્યા બાદ સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આમાં અમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાશે. બેઠકમાં સીએસ, ડીજીપી, ગૃહ અને પોલીસ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).