Home Uncategorized PM મોદીએ G20 સંમેલનમાં યુએસ પ્રમુખ બાઇડેન અને અન્ય વિશ્વ નેતાઓ સાથે...

PM મોદીએ G20 સંમેલનમાં યુએસ પ્રમુખ બાઇડેન અને અન્ય વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી

Face Of Nation, 30-10-2021:  પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ઇટલીના પાંચ દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રોમમાં જી20 સંમેલનમાં ભાગ લેશે. શનિવારે તેઓ રોમના રોમા કન્વેન્શન સેન્ટર પહોંચ્યા જ્યાં જી20 સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. અહીં પીએમ મોદીએ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે અનઔપચારિક રૂપથી મુલાકાત કરી અને કેટલીક તસવીરો ખેંચાવી હતી. આ તસવીરોમાં પીએમ મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં દોસ્તાના અંદાજમાં જોવા મળી રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે બાઇડેન અને મૈક્રોં ખુબ ગર્મજોશીથી પીએમ મોદીને મળી રહ્યા છે. ફોટોમાં પીએમ મોદી અને બાઇડેન એકબીજાના ખભા પર હાથ રાખી અને મુઠી બંધ કરી જોવા મળ્યા હતા. આ તસીવોરથી ભારત, અમેરિકા અને ફ્રાન્સની મજબૂત દોસ્તીનો અંદાજ લગાવી શકાય છે. આ દરમિયાન બધા નેતાઓએ ફેમેલી ફોટોમાં પણ ભાગ લીધો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાધી ખુદ પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

મોદીએ યુરોપિયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ તથા યુરોપીય પંચના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે મુલાકાત કરી અને વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય પર આયોજીત સત્રમાં ભાગ લીધો હતો. ઇટલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રૈગીએ શનિવારે 20 દેશોના સર્વોચ્ચ નેતાઓના સમૂહનું રોમના કન્વેન્શન સેન્ટરમાં સ્વાગત કર્યુ હતુ. વિશ્વની આર્થિક મહાશક્તિઓના નેતા શનિવારે કોરોના વાયરસ મહામારી બાદ પ્રથમવાર પ્રત્યક્ષ રૂપથી આયોજીત શિખર સંમેલન માટે ભેગા થયા છે.

પરિષદના કાર્યસૂચિમાં જળવાયુ પરિવર્તન, કોવિડ-19 રોગચાળો, આર્થિક પુનઃપ્રાપ્તિ અને વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ રેટ પર ચર્ચાનો સમાવેશ થાય છે. યુએનના માનવતાવાદી સહાય બાબતોના વડાએ વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓને મજબૂત સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાને ચિંતા કરવી જોઈએ કારણ કે તેની અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે અને અડધી વસ્તીને ખાવા માટે પૂરતું ભોજન ન મળવાનું જોખમ છે અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)