Home News જર્મનીમાં G-7 ગ્રૂપની મીટિંગ, પ્રધાનમંત્રી મોદીનો 2 દિવસનો પ્રવાસ : પ્રધાનમંત્રી નરેન્દ્ર...

જર્મનીમાં G-7 ગ્રૂપની મીટિંગ, પ્રધાનમંત્રી મોદીનો 2 દિવસનો પ્રવાસ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે કરી “ચાય પે ચર્ચા”

Face Of Nation 27-06-2022 :  જી-7 સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના બે દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળ્યા હતા. મિટીંગ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ચાય પે ચર્ચા કરી પણ કરી હતી. જી-7 સમિટમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ જી-7 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને પણ મળ્યા હતા.
સાત સૌથી ધનિક દેશોના પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદીના જર્મનની પ્રવાસ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જી-7 બેઠક દરમિયાન એવું લાગી રહ્યું હતું કે જાણે વિશ્વના સાત સૌથી ધનિક દેશોના વડા પ્રધાનમંત્રી મોદીને મળવા આતુર હતા. આ નજારો અહીં જોવા મળ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).