Face Of Nation, 22-08-2021: અમદાવાદના જાણીતા ગજાનંદ પૌવા હાઉસમાં ગ્રાહકને પૌવા ખાતા સમયે ઇયળ નીકળતા ખાદ્ય વસ્તુની ગુણવતા સામે સવાલો ઉઠ્યા છે. પરિમલ ગાર્ડન પાસે આવેલા ગજાનંદ પૌવા હાઉસમાં પૌવા ખાવા ગયેલા વ્યક્તિને કડવો અનુભવ થયો હતો. તેમણે ઓર્ડર કરેલા પૌવામાં ઇયળ નીકળતા ભારે હોબાળો સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોના આધારે એએમસી આરોગ્ય વિભાગની સ્પેશિયલ ફ્લાઇંગ સ્કોડ ટીમ દરોડા પાડ્યા હતા. અમદાવાદ શહેરના પૌઆ ખાનાર વ્યક્તિને આજે સવારે કડવો અનુભવ થયો હતો. શહેરમાં જાણીતા ફુડ ઝોન ગંજાનંદ પૌંવા હાઉસ જે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પર આવેલ છે . ત્યા તેઓ વહેલી સવારે નાસ્તો કરવા પૌંવા ઓડર આપ્યો હતો. પરંતુ પૌઆમાંથી જીવતી ઇયળ દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. . આ અંગે માલિક સાથે વાત કરી પરંતુ તેઓ દ્વારા ઉદ્ધતિય વર્તન કરવામાં આવ્યું હતુ. એક તરફ આરોગ્ય સાથે ચેડા કર્યા માફિ માંગવાના બદલે ધમકાવવાની સ્થિતિ ઉભી થઇ હતી.
વધુમાં ભોગ બનનાર બ્રિજશભાઇ જણાવ્યુ હતુ કે પૌંવા હાઉસ રાત્રી કર્ફ્યુના સમયે પણ કેમ ચાલી રહ્યું છે તે એક મોટો સવાલ છે. આરોગ્ય વિભાગ અને પોલીસ ગંજાનંદ પૌંવા હાઉસ ઉપર કાર્યવાહી કરવી જોઇએ. કારણ કે લોકોના આરોગ્ય હાની પહોંચાડવાનું કામ કર્યું છે . આજે ગંજાનંદ પૌંવા હાઉસનો ખરાબ અનુભવ થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)