Face Of Nation 26-04-2022 : અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનવણી હાથ ધરવામાં આવી. અગાઉ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર વતી કરવામાં આવેલ નિવેદન બાદ આ અરજીનો નિકાલ કર્યો હતો. બાદમાં મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી ફરી ગુજરાત હાઇકોર્ટ અને બંને પક્ષે સાંભળી હુકમ કરવા નિર્દેશ આપ્યા હતા.
ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં
આજે હાથ ધરવામાં આવેલ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના છે પ્રયાસ હોવાનુ કહેવામાં આવ્યું છે. આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસા બાબતે અવગત થાય તે માટે આશ્રમ આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં. ગાંધી આશ્રમ આસપાસ કુલ 55 એકર જગ્યા પર ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું આયોજન હોવાનું જણાવ્યું છે.
વધુ સુનાવણી આગામી 14મી જૂન
રાજ્ય સરકારે ફાઈલ કરેલા સોગંદનામા અંગે ગાંધીજીના પ્રપૌત્ર તરફથી તેનો જવાબ આપવા માટે સમયની માટે માગ કરવામાં આવી છે. સાથે સાથે તેમને કરેલી અરજીમાં સુધારા વધારા એટલે કે ડ્રાફ્ટ એમેંન્ડમેન્ટ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. આ અંગે વધુ સુનાવણી આગામી 14મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).