Face Of Nation:ગાંધીધામ આદિપુરમાં ભરબજારે આવેલી બે હોટલોમાં ચાલતા જુગાર ક્લબમાં પુર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રવિવારના બપોરે દરોડૉ પાડતા ચકચાર મચી હતી. મોડી રાત સુધી ચાલી રહેલી આ કાર્યવાહિમાં કુલ 60 ખેલીઓને ઝડપ્યા હોવાનું અને 6 કાર, 6 દ્રિ ચક્રી વાહન સહિત લાખોની રોકડ અને મુદામાલ જપ્ત કર્યાનું જાણવા મળૅ છે.
એલસીબીના પીઆઈ ડી.વી. રાણાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે રવિવારના બપોરે એલસીબીની ટીમે આદિપુરના વિનય સીનેમા નજીક આવેલી કાવેરી હોટલ અને કેમલ હોટલમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે દરોડૉ પાડ્યો હતો. જેમાં મોડી રાત સુધી કાર્યવાહિ ચાલુ રહિ હતી, જેમાં ગાંધીધામ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને વર્તમાન એસઆરસી ડાયરેક્ટર સુરેશ નેહલાણી સહિત કુલ 60 નામી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી 6 કાર,6 ટૂ-વ્હીલર વાહન સહિત લાખોની રોકડ અને મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દાવા અનુસાર એકમાંથી 74 હજાર જ્યારે કે અન્યમાંથી અઢી લાખની રોકડ અત્યાર સુધીમાં ઝડપાઈ હતી. મોડી રાત્રે આ લખાય છે ત્યારે પણ કાર્યવાહિ ચાલુ હોવાની અને મુદામાલની ગણના ચાલુ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. આઈજીની સુચનાથી થયેલી આ કામગીરીથી શહેરભરમાં ચર્ચાનો દોર ફેલાયો હતો.