ફેસ ઓફ નેશન, 30-04-2020 : કોરોના વાઇરસના કેસો ગાંધીનગરમાં નોધાવાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં પ્રવેશવા માટે માત્ર એક જ ચ માર્ગનો રોડ જ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેને પગલે આજે ચ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદના કારણે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. ગઈકાલે પેથાપુર અને કલોલમાં કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે વધુ 10 કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. જેમાં દહેગામ, માણસા, કલોલ, પેથાપુર સેક્ટર 2 સેક્ટર 3 અને સેકટર-24માં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે જિલ્લાનો આંકડો 50 ઉપર પહોંચ્યો છે. અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે, પાટનગર ની જનતા લોકડાઉનના સમર્થનમાં છે. કોઈએ લોકડાઉન ઉઠાવી લેવાની માંગણી કરી નથી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/QsGrjyNfBEw
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
“આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન