Home News કલોલના ખાતરેજ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, કેમિકલ ફેક્ટરીના કૂવામાં 5 મજૂરોના દર્દનાક...

કલોલના ખાતરેજ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, કેમિકલ ફેક્ટરીના કૂવામાં 5 મજૂરોના દર્દનાક મોત

Face Of Nation, 06-11-2021:  કલોલના ખાતરેજ GIDCમાં આજે બપોર પછી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાતરેજ GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં પાંચ મજુરોના દર્દનાક મોત થયા છે. કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ વેસ્ટ નાખવા મજૂરો ઉતરતા એક બીજાને બચાવવા જતાં કુલ પાંચ મજૂરોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે.

આ ઘટનાની જાણકારી તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ દ્વારા આ કેમિકલ ફેક્ટરીના કૂવામાંથી મજૂરોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. પાંચે મજુરોના કૂવામાં મોત થઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર ધટનાની તપાસ કરી રહી છે.

આ ઘટના વિશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર કલોલના ખાતરેજ GIDCમાં કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ પ્રક્રિયાના કારણે ગેસ ઉત્પન્ન થયો અને ગેસમાં આ પાંચે વ્યક્તિઓના ગૂંગળામણને કારણે મોત થયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)