Home Gujarat ગાંધીનગરના કમલમમાં જશ્નનો માહોલ : કાર્યકર્તાઓ ગરબે ઘૂમ્યાં; CM-પાટીલ પણ પહોંચ્યા, જુઓ...

ગાંધીનગરના કમલમમાં જશ્નનો માહોલ : કાર્યકર્તાઓ ગરબે ઘૂમ્યાં; CM-પાટીલ પણ પહોંચ્યા, જુઓ Video

https://youtu.be/0Op_K7THVt0

Face Of Nation 10-03-2022 : ચાર રાજ્યોઉત્તર પ્રદેશ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે. ભાજપનો પાંચ રાજ્યોમાંથી ચારમાં ભવ્ય વિજય થવા જઈ રહ્યો છે જેનો ગુજરાતમાં વિજ્યોત્સવ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઢોલ નગારા સાથે વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે.
કમલમ ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ
ભાજપના મહિલા મોરચાની મહિલાઓ દ્વારા કમલમમાં ગરબા કરી તથા ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. હાથમાં ભાજપના ઝંડા લઇ અને ગરબે ઝૂમી ભાજપના ભવ્ય વિજયની ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ પણ ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે વિજ્યોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
અમદાવાદમાં પણ તમામ વોર્ડમાં ભાજપની ઉજવણી
અમદાવાદમાં પણ તમામ 48 વોર્ડમાં અને મહાનગરના ભાજપા કાર્યાલય, જે.પી ચોક ખાનપુર ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ સહકોષાધ્યક્ષ અને મહાનગરના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, અધ્યક્ષ અમિત પી. શાહ, શહેર સંગઠનની ટીમ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).