Face Of Nation 10-04-2022 : ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં ગઈકાલ સુધીમાં 41 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી એક વધુ વિદ્યાર્થીની તબિયત લથડતા તેને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે આજે વધું 10 કેસ નોંધાતાં પોઝિટિવ કેસનો આંકડો અડધી સદીને પાર થયો છે. આજે રાજ્યનાં મુખ્ય રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જયેશ સોલંકીએ પણ GNLUની મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ત્યારે સાંજના છ વાગ્યા સુધીમાં અઢીસો વધુ વિધાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જોકે, હાલમાં મોડે સુધી ટેસ્ટિંગ કરવામાં આવનાર હોવાથી પોઝિટિવ કેસ વધવાની શક્યતા નકારી શકાય એમ નથી.
સ્વીપરથી માંડીને તમામ સ્ટાફના ફરજિયાત ટેસ્ટ લેવાશે
આમ દિવસેને દિવસે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડતા GNLUનાં સિક્યુરિટી ગાર્ડ, સ્વીપરથી માંડીને તમામ સ્ટાફના ફરજીયાત કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ પ્રસરી રહ્યું છે. આખા ગુજરાતમાં આવ્યા નથી એટલા કોરોના કેસો એક સામટાં ગુજરાત નૅશનલ લો યુનિ.માં આવતાં આરોગ્ય તંત્રની ઉંઘ ઉડી ગઈ છે.
3 દિવસમાં 500 લોકોનાં કોરોના ટેસ્ટ કરાયા
આ અંગે આરોગ્ય વિભાગના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં GNLUમાં 500 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે પણ સાંજ સુધીમાં અઢીસો લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ 10 જેટલાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આમ GNLUમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ પ્રસરી રહ્યું હોવાથી આરોગ્ય તંત્ર ધ્વારા GNLUમાં ફરજ બજાવતાં સિક્યુરિટી ગાર્ડસ, સ્વીપર, કેન્ટીન સ્ટાફ તેમજ એડમિન ડિપાર્ટમેન્ટ સહિતના તમામે તમામ કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલા ગર્લ્સ – બોયઝ હોસ્ટેલમાં રહેતા તમામ વિધાર્થીઓનો કોરોના ટેસ્ટ પૂર્ણ કરી દેવામાં આવનાર છે.
સતત ચોથા દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ ચાલુ
બીજી તરફ તાજેતરમાં જ વડોદરામાં કોરોનાનો નવો XE વેરિયંટનો કેસ મળી આવતાં રાજ્ય આરોગ્ય તંત્ર પણ હવે તો દોડતું થઇ ગયું છે. ગઈકાલે આરોગ્ય વિભાગના એડીશ્નલ ડાયરેક્ટર ડો. નીલમ પટેલ પણ GNLU દોડી આવ્યા હતા. તો આજે રાજ્ય રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જયેશ સોલંકીએ સવારથી GNLUમાં ધામા નાખવામાં આવ્યા છે. આજે સતત ચોથા દિવસે પણ વિધાર્થીઓનું ટેસ્ટિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં સાંજના છ વાગ્યા સુધીમાં 250 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ટેસ્ટિંગ મોડે સુધી ચાલવામાં આવશે જેથી હજી કેસ વધવાની સંભાવના નકારી શકાય તેમ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat રહીને…રહીને…જાગ્યા! ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વકર્યો; આજે વધુ 10 કેસ નોંધાતા...