Face Of Nation, 05-10-2021: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ જાહેર થયુ છે. આ માટેની મતગણતરી સવારે નવ કલાકથી શરૂ થઇ ગઇ હતી. નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 બાદ બહુમતી મેળવી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસિલ કરી છે. જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. જેના કારણે ગુજરાત બીજેપીના કાર્યકર્તાઓમાં ઘણી જ ખુશીનો માહોલ છવાયો છે.
આ પરિણામ ભાજપની સાથે સાથે કોંગ્રેસ ઉપરાંત આપ માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવતા હતા. ત્યારે ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. તો બીજી તરફ કોંગ્રેસ ધોવાઇ ગઇ છે અને ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે. ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ સર્જાયો છે.
ગાંધીનગર વોર્ડ 2 માં ભાજપના ઉમેદવાર અનિલસિંહ વાઘેલા 7082 મતોથી, દીપ્તિબેન પટેલ 6223 મતોથી અને પારૂલ બેન ઠાકોર 5407 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 2 ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર ગજેન્દ્રભાઈ વાઘેલા 6070 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 3 માં ભાજપના ઉમેદવાર સોનાલીબેન પટેલ 4346 મતોથી, દિપીકાબેન સોલંકી 4231 મતોથી અને ભરતભાઈ ગોલિહ 4087 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 3 ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટ 5598 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 4 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર દક્ષાબેન મકવાણા 6069 મતોથી, સવિતાબેન ઠાકોર 5700 મતોથી, ભરતભાઈ દિક્ષિત 5701 મતોથી અને જસપાલસિંહ બિહોલા 6566 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 5 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર કિંજલકુમાર પટેલ 4952 મતોથી, પદમસિંહ ચૌહાણ 4624 મતોથી, કૈલાસબેન સુતરીયા 4544 મતોથી અને હેમાબેન ભટ્ટ 4690 મતોથી વિજય બન્યા છે. ગાંધીનગર વોર્ડ 6 માં ભાજપના ઉમેદવાર ભાવનાબેન ગોલ 4062 મતોથી, પ્રેમલત્તાબેન મહેરીયા 3825 મતોથી અને ગૌરાંગ વ્યાસ 4492 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 3 ની એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા આપના ઉમેદવાર તુષાર પરીખ 3974 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર સોનલબેન વાઘેલા 6394 મતોથી, કિંજલબેન ઠાકોર 5746 મતોથી, પ્રેમલસિંહ ગોલ 6581 મતોથી અને શૌલેષભાઈ પટેલ 6314 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 8 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ઉષાબેન ઠાકોર 7270 મતોથી, છાયા ત્રિવેદી 7130 મતોથી, હિતેશકુમાર મકવાણા 6282 મતોથી અને રાજેશકુમાર પટેલ 7401 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 9 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર અલ્પાબેન પટેલ 8293 મતોથી, શૈલાબેન ત્રિવેદી 7063 મતોથી, રાજુભાઈ પટેલ 7646 મતોથી અને સંકેત પંચાસરા 7296 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 10 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર મીરાબેન પટેલ 8635 મતોથી, તેજલબેન વાળંદ 8464 મતોથી, મહેન્દ્રભાઈ પટેલ 8637 મતોથી અને પોપટસિંહ ગોહિલ 8509 મતોથી વિજય બન્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)