Home News તરછોડાયેલા શિવાંશના માતાપિતાનો ભેદ ખૂલ્યો, આખરે પડદો ઊંચકાયો

તરછોડાયેલા શિવાંશના માતાપિતાનો ભેદ ખૂલ્યો, આખરે પડદો ઊંચકાયો

Face Of Nation, 10-10-2021:  શિવાંશ ના વાલીવારસ પરથી આખરે પડદો ઊંચકાયો છે. ગાંધીનગરના પેથાપુરમાં તરછોડાયેલા શિવાંશના માતાપિતાનો ભેદ આખરે ખૂલ્યો છે. તેની પિતાની રાજસ્થાનના કોટાથી અટકાયત કરાઈ છે. પરંતુ માતા મહેંદી હજી સુધી સામે આવી નથી. શિવાંશની માતા હજી ગાયબ છે. પરંતુ વાતચીતમાં શિવાંશની માતાના માસી ચોધાર આસુએ રડી પડ્યા હતા. તેમણે મીડિયા સામે માંગણી કરી કે, તેની મમ્મી મહેંદીને શોધો અને શિશાંતને હાલ અમને આપી દો. બાળક તેની મમ્મી કરતા વધારે મારી પાસે રહેતો હતો. તેથી હવે તે મારી પાસે જ સલામત રહેશે. મને બીજા કોઈ પર વિશ્વાસ નથી.

શિવાંશના પિતા બાદ હવે મહેંદીના સંબંધી મીડિયા સામે આવ્યા છે. મહેંદી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા માસી અનિતાબેન અને તેમના પતિ હિતેનદ્રભાઈના ઘરે રહેતી હતી. મહેંદી અઢી વર્ષથી બોપલમાં રહેતા તેના માસી અને માસા સાથે રહેતી હતી. બંનેની નજર સામે જ શિવાંશ મોટો થયો હતો. તેથી તેઓને શિવાંશ પ્રત્યે લાગણી જોડાયેલી છે. મહેંદીના માતા અનિતાબેને કહ્યુ કે, ગઈકાલે સમાચાર જોયા બાદ તેમણે જાણ્યુ કે આ શિવાંશ છે. ગઈકાલે સમાચારમાં જાણ્યા બાદથી અમે આઘાતમા સરી પડ્યા હતા. મહેંદી ધોરણ 10 સુધી ભણી છે. મહેંદી સચિન સાથે ક્યારથી સંપર્કમાં હતી તે અમને ખબર નથી. મહેંદી અઢી વર્ષથી અમારી સાથે રહે છે. તેની માતા નથી, તેથી તે પ્રેગનેન્સી દરમિયાન અમારી સાથે રહી હતી. તેના લગ્ન વિશે અમારી સાથે કોઈ ચર્ચા થઈ ન હતી. તે બંને ખુશ હતા, તેથી અમને તેની સાથે કોઈ લેવાદેવા ન હતી.

મહેંદી પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક રાખતી ન હતી. તે મૂળ કેશોદની વતની છે. સચિન પણ અવારનવાર ઘરે આવતો હતો. પહેલી પત્ની અને સંતાનની વાતને અંધારામાં રાખીને સચિને મહેંદી સાથે સંબંધ રાખ્યો હતો. બંને વડોદરામાં મળ્યા હતા. તો મહેંદીના માસાએ કહ્યું કે, બંને ખુશ હતા. નોકરી કરતા હતા, તો અમને શુ તકલીફ હોય. તેઓ ક્યારેક અહી મળતા હતા. અમે તેમની પર્સનલ લાઈફમાં ક્યારેય દખલઅંદાજી કરી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)