Face Of Nation 07-05-2022 : સામાન્ય માણસોને એક વખત ફરી મોંઘવારી નડશે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ઘરેલુ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. આ પહેલાં માર્ચ 2022માં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પહેલી મેના રોજ કમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવ વધ્યા હતા. આ મહિનાની એક તારીખે ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો હતો. આ ભાવવધારો 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો હતો. ભાવમાં વધારા પછી વાદળી કલરના રંગના આ સિલિન્ડરની નવી કિંમત દિલ્હીમાં હવે 2355.50 રૂ. છે. આ પહેલાં એની કિંમત 2253 રૂ. હતી.
5 કિલો એલપીજી સિલિન્ડરની હાલ 655 રૂપિયા
બીજી તરફ, 5 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હાલ 655 રૂપિયા છે. એક મહિના પહેલાં એક એપ્રિલે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂ.નો વધારો કરાયો હતો. આ પહેલાં એક માર્ચે 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 22 માર્ચે 9 રૂપિયાનો વધારો થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).