Face Of Nation:ગાજિયાબાદથી મોટા સમાચાર મળી રહ્યાં છે. પોલીસ સ્ટેશન મસૂરીના નવા શતાબ્દીપુરમાં એક ઘરથી પતિ, પત્ની અને તેમના ત્રણ બાળકોની લાશ મળી આવી. પાંચે લાશના મોઢા પર કાળી ટેપ લગાવેલી હતી. પોલીસ આ ઘટનાને આત્મહત્યાનો મુદ્દો માની રહી છે.
પોલીસનું કહેવુ છે કે, પતિનું નામ પ્રદિપ છે, જ્યારે તેની પત્ની એમ્સમાં સ્ટાફ નર્સ છે. ત્રણે બાળકોની ઉંમર 8,5 અને 3 વર્ષ છે. પતિને દારૂની લત હતી અને તે કોઈ નોકરી પણ ન્હોતો કરતો. આત્મહત્યા કરવાનું કારણ હજી સ્પષ્ટ નથી. લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.
પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર 42 વર્ષીય પ્રદીપ નામનો વ્યક્તિ પોતાના માતા-પિતા, બહેન, પત્ની અને ત્રણ બાળકોની સાથે થાના મસૂરી વિસ્તારના નવા શતાબ્દીપુરમ કોલોનીમાં ઘણા સમયથી રહેતા હતા. પ્રદીપ તેની પત્ની અને ત્રણ બાળકો પોતાના રૂમમાં સુતેલા હતા. શુક્રવારે સવારે જ્યારે તેમના દરવાજો ન ખુલ્યો ત્યારે ઘરના સભ્યોએ દરવાજો ખટખટાવ્યો, પરંતુ તેમણે અંદરથી કોઈ જવાબ ન મળ્યો.
ઘરના સભ્યોએ જ્યારે બારીમાંથી જોયું તો પલંગ પર પ્રદીપ અને તેના ત્રણ બાળકોની લાશ પડેલી જોઈ. પ્રદીપ અને ત્રણ બાળકોના મોંઢા પર કાળા રંગની ટેપ ખરાબ રીતે લગાવેલી હતી, જ્યારે 40 વર્ષીય પત્ની સંગીતા પલંગ નીચે લોહીયાળ હાલતમાં પડેલી હતી. તેના માથાના ભાગ પર ગંભીર ઈજા આવી હતી અને તે તડપી રહી હતી. તેની બાજુમાં જ લોહીથી રંગાયેલો હથોડો પડેલો હતો.
પોલીસે ગમેતેમ કરીને સંગીતાને હોસ્પિટલ પહોંચાડી. ત્યારબાદ હોસ્પિટલમાં જ તેનું મૃત્યુ નિપજ્યુ. તે સિવાય પ્રદીપ અને ત્રણ બાળકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. શરૂઆતમાં જાણવા મળ્યું કે રૂમમાં કોઈ સુસાઈડ નોટ પણ ન મળી. પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ઘરમાં રહેલા લોકો સાથે વાતચિત કરવામાં આવી રહી છે.
પોલીસની શરૂઆતી ચેકિંગથી એવું લાગે છે કે પ્રદીપે પહેલા પોતાની પત્ની પર હથોડાથી વાર કર્યો. ત્યારબાદ ત્રણે બાળકોના મોંઢા પર ટેપ લગાવીને તેમની હત્યા કરી. તે બાદ પોતે મોંઢા પર ટેપ લપેટીને આત્મહત્યા કરી કારણકે જે રૂમમાં આ પરિવાર હતો તે રૂમમાં દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો ઘણી મુશ્કેલીથી તોડ્યો.
જાણવા મળી રહ્યું છે કે પ્રદીપ કોઈ સામાન્ય કંપનીમાં જોબ કરતો હતો અને તેના મકાનમાં માતા-પિતા, એક બહેન અને તેની પત્ની અને બાળકો હતા. માતા-પિતા અને બહેન ઘરના બીજા રૂમમાં હતા. તેમનું કહેવું છે કે તેમણે કોઈ પણ પ્રકારનો અવાજ નથી સાંભળ્યો. સવારે જ્યારે રોજની જેમ તેમનો દરવાજો ન ખુલ્યો ત્યારે બારીમાંથી જોયું તો તેની સૂચના સ્થાનીય પોલીસને આપી અને પોલીસે દરવાજો તોડીને લાશો બહાર નીકાળી.