Face Of Nation 19-03-2022 : અમદાવાદના નાગરિકો ભીનો અને સૂકો કચરો અલગ નાખે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરે ડસ્ટબિન વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એએમસી દ્વારા આપવામાં આવેલી આ ડસ્ટબિન હલકી ગુણવત્તાની હોવાને લઈને ઘાટલોડિયાનાં મહિલા કોર્પોરેટર મિનાક્ષીબેન નાયક દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકી અને સેન્ટ્રલ વર્કશોપના વિજય મિસ્ત્રીને ફરિયાદ કરવામાં આવી છે. ઘાટલોડિયા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી ડસ્ટબિન ઘાટલોડિયા વ્યાયામ શાળામાં પરત મૂકી ગયા હતા. ઘાટલોડિયાના સ્થાનિક રહેવાસી રાજુભાઈએ જણાવ્યું હતું કે આજે સવારે ડસ્ટબિન આપવા આવી હતી, પરંતુ કેટલીક ડસ્ટબિનનાં ઢાંકણાં તૂટેલાં હતાં, તો કેટલાકનાં ઢાંકણાં જ નહોતાં, જેથી અમે આ પરત આપવા આવ્યા છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી આ ડસ્ટબિન સામે અનેક સવાલો ઊભા થયા છે.
સૂકા અને ભીના કચરા માટે ડિસ્ટબિન ખરીદાઈ હતી
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોકો કચરો રોડ પર ફેંકી ગંદકી ન કરે અને સૂકો-ભીનો કચરો અલગ કરે એનાથી સ્વચ્છતા જળવાય એના માટે દરેક સોસાયટીમાં ઘરદીઠ ડસ્ટબિન ચૂંટાયેલા કોર્પોરેટરો અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવી હતી. અલગ અલગ 10 લિટરથી લઈને 100 લિટરની કેપેસિટીની છે. જુદી જુદી સાઇઝની પી.ઇ. તથા અન્ય ડસ્ટબિન ખરીદવા માટે મ્યુનિ.એ ટેન્ડર મગાવ્યા હતા. એ હેઠળ બે વર્ષ માટે ડસ્ટબિન મગાવવા માટે કોન્ટ્રેક્ટ આપવાનું દર્શાવ્યું હતું. અલગ અલગ સાઇઝની આ ડસ્ટબિન અલગ અલગ ભાવથી ખરીદવા માટે મ્યુનિ.એ તૈયારી દર્શાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).