ફેસ ઓફ નેશન, 27-04-2020 : લોકડાઉનમાં ભેગા મળીને વાતો કરવા હવે લોકોએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. જો કે પોલીસ ત્યાં પણ પહોંચી ગઈ છે. જાહેર રસ્તાઓ ઉપર કે સોસાયટીના કોમન પ્લોટમાં કે ધાબા ઉપર ભેગા થવાથી પોલીસના ડ્રોન કેમેરામાં કેદ થઇ જવાતું હતું. જેનાથી બચવા હવે લોકો કોઈ એક મિત્રના ઘરે અથવા તો સોસાયટીના હોલમાં ભેગા થઇ જાય છે. જ્યાં એકઠા થઈને ગપાટા મારે છે. ઘાટલોડિયા પોલીસને મળેલી બાતમી મુજબ, એક મકાનના હોલમાં એકઠા થયેલા સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સોલા રોડ ઉપર આવેલા સુંદરવન એપાર્ટમેન્ટમાં આવેલા બ્લોક નં. 253/3036માં પોલીસે તપાસ કરતા તેમાં આવેલા હોલમાં માણસો ભેગા થયા હતા. સોશિયલ ડીસ્ટન્સનું પાલન કર્યા વિના અહીં ભેગા થઈને વાતચીત કરતા સાત લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં કિરીટભાઈ કાછીયા, કલ્પેશભાઈ શાહ, હેતલભાઈ શાહ, પલ્લવભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ દવે, પ્રશાંતભાઈ દરજી, બીજલભાઈ પારેખનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા
ટ્રાફિક અને કોલાહલથી ધમધમતા અમદાવાદ શહેરની ગલીઓ સુમસામ ભાસી રહી છે, જુઓ Video
કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો