https://youtu.be/U8AHKV1qnz0
Face Of Nation 03-07-2022 : પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે વહેલી સવારથી તળેટીથી લઈ નિજ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આજે રવિવારની રજાને લઈને બે લાખથી વધુ માઈ ભક્તોએ મહાકાળી માતાજીના આશીર્વાદ લીધા હતા. ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજી ના દર્શન માટે આવતા હોય છે. ભક્તોના ધસારાને જોતા મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારી વ્યવસ્થા કરવામાં આવી આ તરફ ભક્તોની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલીસ વિભાગ સમગ્ર રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાવાગઢ ડુંગર પર આહલાદક દ્રશ્યો સર્જાયા
યાત્રાળુઓના ભારે ધસારાને લઈ ટ્રાફિક નિયમન કરવા પોલીસે માચી જતા ત્રણ રસ્તા પાસે રસ્તો બંધ કરી વાહનોને કલાકો સુધી રોકવાની ફરજ પડી હતી. ચોમાસાની ઋતુ વચ્ચે પાવાગઢ ડુંગરની આસપાસ આહલાદક દ્રશ્યો સર્જાયા હતા અને ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે પાવાગઢ પર્વત ઉપર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો દર્શન માટે આવેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).