Home Uncategorized ટીચર્સ ડેના દિવસે શિક્ષકે શાળામાં કરી આત્મહત્યા, 2 અધિકરીઓ સહિત 4 પર...

ટીચર્સ ડેના દિવસે શિક્ષકે શાળામાં કરી આત્મહત્યા, 2 અધિકરીઓ સહિત 4 પર મૂક્યો આરોપ

Face Of  Nation, 05-09-2021:  આજે શિક્ષક દિવસની આખા ભારતમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે શિક્ષક દિવસના દિવસે જ શાળાની ઓફિસમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. શિક્ષકની આત્મહત્યાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસને શિક્ષક પાસેથી સૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ટી.પી.ઓ અને એક આચાર્ય દ્વારા રૂપિયા માંગઈ ત્રાસ આપવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર ગઢડાના ગીર ગઢડાના હરમાડીયા ગામે રહેતા અને થોરડી ગામમાં આવેલી પ્રથામકી શાળામાં ઘનશ્યામ અમરેલીયા આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. જોકે, ઘનશ્યામભાઈએ આજે શાળાની ઓફિસમાં પંખા સાથે દોરાડું બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને શાળાની ઓફિસમાં પંખા સાથે લટકતા મૃત ઘનશ્યામભાઈના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. અને તેમની તપાસ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન એક સૂસાઈડ નોટ મળી હતી.

સૂસાઈડ નોટમાં મરતા પહેલાનું એક નિવેદન આપ્યું હતું. જેમાં ઘનશ્યામભાઈએ એક આચાર્ય ઉચ્ચ અધિકારીઓથી કંટાળીને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવાનો ચોકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે તેઓ શાળામાં ઓપી તરીકે આવ્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓ વાયા વાયા તેમની પાસે 25 લાખની માંગણી કરી હતી.

આમ આચાર્ય અને ઉચ્ચ અધિકારીઓની લાખો રૂપિયાની માંગણીથી કંટાળીને શિક્ષકે શિક્ષક દિવસના દિવસે જ આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. જોકે, અહીં ચોંકાવનારી વાત એ છે કે. આજે આખો દેશ શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે.

ગીર ગઢડાના હરમાડીયા ગામના સરપંચ પ્રવીણ ભાઈ બામ્ભનિયાના જણાવ્યા પ્રમાણે મિત્રનો ફોન આવ્યો ત્યારે હું તરત ઘટના સ્થળે આવ્યો હતો. અને સૂસાઈડ નોટ મળી છે અને સૂસાઈડ નોટ અક્ષરો ઘનશ્યાનભાઈના છે. સૂસાઈડ નોટમાં બે ઉચ્ચ અધિકારીઓ અને સહિત ચાર વ્યક્તિઓ ઉપર પૈસા માટેનું દબાણ હતું. મૃતકની પુત્રી સાથે વાત કરતા માલુમ પડ્યું હતું આ બધુ છેલ્લા 15-20 દિવસથી ચાલતું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)