Home Gujarat ગુજરાત ATSએ બનાવ્યું 300 હાઈપ્રોફાઈલ યુવક-યુવતીનું લીસ્ટ; અમદાવાદ, વડોદરા, રાજકોટમાં થઈ હતી...

ગુજરાત ATSએ બનાવ્યું 300 હાઈપ્રોફાઈલ યુવક-યુવતીનું લીસ્ટ; અમદાવાદ, વડોદરા, રાજકોટમાં થઈ હતી ‘રેવ પાર્ટી’, ડ્રગ્સ મેળવવા માટે હતા “Code”!

Face Of Nation 08-06-2022 : ગુજરાત ATSએ ઓન લાઇન ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ ગુજરાતનાં ખૂણે ખૂણે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે. ઓનલાઇન ડ્રગ્સ મગાવનારાઓમાં ગુજરાતની એક મહિલા મામલતદાર પણ સામેલ છે. આ મહિલા મામલતદાર એક રેવ પાર્ટીમાં પણ જોડાઈ હતી. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયેલી પાર્ટીમાં ડ્રગ્સ માટે અનેક યુવતીઓએ કોઈની સાથે પણ સેક્સ કરવા પણ તૈયાર થતી હતી. જ્યારે એક પાર્ટીમાં અનેક અજાણ્યા લોકો આ યુવતીઓનો ઉપયોગ કરતા હતા.
નરોડાના બિલ્ડર દ્વારા રેવ પાર્ટીનું આયોજન
હાલ આ સમગ્ર મામલે ATS દ્વારા માલેતુજાર પરિવારના 300થી વધુ દીકરા-દીકરીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, ધનાઢ્ય પરિવારના 300 યુવક-યુવતીના આર્થિક લેવડ દેવડના ટ્રાન્જેક્શન પણ મળ્યા છે. ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી થતી હતી. થોડા સમય અગાઉ નરોડાના નયન નામના બિલ્ડર દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરાયું હતું. પરંતુ તપાસ કરી રહેલી SOGની ટીમે તેનું નામ ખોલ્યું નહોતું અને સમગ્ર તપાસનો ગોટો વાળી દીધો હતો. આ રેવ પાર્ટીની સમયસર તપાસ થઈ હોત તો અનેક યુવતી આ રેકેટમાં ફસાતા બચી ગયા હોત.
ગ્રૂપમાં કેટલાક લોકો યુવતીઓ સાથે સેક્સ માણતા
ATSના એક આધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યા અનુસાર ડ્રગ્સ સાથે આ લોકો પાર્ટી કરતા હતા. એક ડોઝ માટે યુવતીને કોઈની પણ સાથે સુવા મજબૂર કરતા હતા. આવી પાર્ટીની ડિટેઇલ અમને મળી છે. આ ગ્રુપમાં કેટલાક લોકો યુવતીઓ સાથે સેક્સ માણતા તે ચોંકાવનારી બાબત છે. આ ડ્રગ્સ ડીલર પાસેથી સૌરાષ્ટ્રની એક મહિલા મામલતદાર પણ ડ્રગ્સ મેળવતી હતી, એવી વિગત સામે આવી છે જે દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ.
વોન્ટેડ આરોપી પકડાયા બાદ મોટા ખુલાસા થઈ શકે
આ કેસ સાથે સંકળાયેલા ઘણા પુરાવા મળી રહ્યા છે. હાલ 300 લોકોનું લિસ્ટ છે. જેમાં અનેક મેડીકલ પ્રોફેશનલ છે. આ ડ્રગ્સ મેળવવા માટે કોડ હતા. જેમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર થયા બાદ આખી રેવ પાર્ટી સહિતનું આયોજન અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયું હતું. હાલ આ સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છીએ. રાજ્યવ્યાપી ડ્રગ્સ રેકેટમાં હવે અનેક મોટા ખુલાસા વોન્ટેડ આરોપી પકડાયા બાદ થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).