Home Religion ગીરનાર રોપ-વે સેવા : 130 કરોડના ખર્ચે બનેલા રોપ-વે સેવાથી દોઢ વર્ષમાં...

ગીરનાર રોપ-વે સેવા : 130 કરોડના ખર્ચે બનેલા રોપ-વે સેવાથી દોઢ વર્ષમાં આવક થઇ 56 કરોડ રૂ.ની, માર્ચ દરમિયાન આવકમાં જોવા મળ્યો વધારો!

Face Of Nation 18-05-2022 : દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલ જૂનાગઢમાં આવેલ ગરવા ગીરનાર પર્વત પર કાર્યરત કરાયેલ રોપ-વે સવારીનો પ્રવાસીઓ મોટી સંખ્યામાં લ્હાવો લઈ રહ્યા છે. દોઢ વર્ષ પૂર્વે ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા ગીરનાર રોપ-વે સેવાનો અત્યાર સુધીમાં 11 લાખ લોકોએ લાભ લેતા કુલ રૂ.56 કરોડની આવક થઇ છે. જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
રોપ-વે સેવાની અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ
ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપ-વે સવારીની સેવા માણી હતી. જે માર્ચ મહિનામાં વધીને 77,796 થઇ ગઇ છે. જેથી આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 રૂ.3.1 કરોડની સરખામણીએ માર્ચમાં રૂ.4.03 કરોડ એટલે કે એક કરોડનો વધારો જોવા મળ્યો છે. 2320 મીટર લાંબા અને 898.4 મીટર ઉંચા ગીરનાર રોપ-વે સેવાની અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ મારવામાં આવી રહી છે.
કેબિનોને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે
ગીરનાર રોપ-વે સવારીનો લાભ લેતા દેશ-વિદેશના પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુસર સરકાર ટુંક સમયમાં રોપ-વેની કેબિનોને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. મુખ્યમંત્રી સરકાર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. તેના માટે હેરિટેજ ટુરિઝમ પોલિસીથી લઇને મેડિકલ ટુરિઝમ જેવા આધુનિક વિષયો સાથે પણ સરકારે નીતિ જાહેર કરી છે. પ્રવાસીઓની સુખાકારીની સાથે સાથે આ ક્ષેત્રમાં રોજગારીની તકોનું નિર્માણ તથા વૈશ્વિક સ્તરની પ્રતિષ્ઠા અપાવવા માટે સરકાર અલગ અલગ સ્તરે કામ કરી રહી છે.
એક મહિનામાં જ એક કરોડ જેટલો વધારો
ગુજરાત પ્રવાસન નિગમના એમડી આલોકકુમાર પાંડેએ જણાવેલ કે, “ગીરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રોપ-વે પ્રોજેક્ટના લીધે પ્રવાસીઓ માટે મા અંબાના દર્શન કરવા અત્યંત સુલભ બની ગયા છે. પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને રોપ-વેની સુવિધાથી ગીરનાર પર્વતના 10,000 પગથીયા ચડ્યા વગર મિનિટોમાં અંબાજી માતાના મંદિર સુધી પહોંચી જવાય છે. આ સેવાથી પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી સ્થાનિક લોકોને નવી રોજગારી પણ મળી રહી છે. આ સેવા થકી થતી આવકમાં પણ ફક્ત એક મહિનામાં જ એક કરોડ જેટલો વધારો થયો છે. જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).