Face Of Nation 10-03-2022 : દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવામાં મત ગણતરી શરૂ છે. ભાજપ 21 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 12, ટીએમસી 4 બેઠક પર આગળ છે. રાજ્યની 40 બેઠકો પર સિંગલ ફેઝમાં 14 ફેબ્રુઆરીથી વોટિંગ થયું હતું. જેના પર 301 ઉમેદવારો જીત માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી ભાજપના 40, કોંગ્રેસના 37, AAPના 39, TMCના 26, MGPના 13 અને અપક્ષના 68 ઉમેદવારો છે. જેમાં કુલ 11.56 લાખ કુલ વોટર્સ પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટશે.
મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ વચ્ચે છે
ગોવામાં અહીંની વસ્તી માત્ર 18 લાખ છે અને વિધાનસભાની બેઠકો 40 છે એટલે 3-4 કલાકમાં જ ચિત્ર સ્પષ્ટ થશે. મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ વચ્ચે છે, પરંતુ તેઓ અંદાજમાં સ્પષ્ટ બહુમતીથી દૂર છે. અમુક અંશે તેમનો ખેલ આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ બગાડ્યો છે, જેઓ આ વખતે પ્રથમ વખત અહીં મેદાનમાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).