Home Politics મમતાએ ભાજપ સરકાર સાધ્યું નિશાન, ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષી એકતા...

મમતાએ ભાજપ સરકાર સાધ્યું નિશાન, ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષી એકતા મહત્વપૂર્ણ

Face Of Nation, 30-10-2021: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગોવાના પ્રવાસ છેલ્લા દિવસે કહ્યું હતું કે પ્રઘાનમંત્રી વઘુ પાવરફૂલ બનશે કેમકે, કોંગ્રેસ રાજનીતીની ગંભીરતાથી નથી લઈ રહી. મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ગોવાનામાં ગઠબંધનાના નિર્ણય ન લેવાનો પણ આરોપ લગાવ્યો હતો. પણજીમાં પત્રકારોને સંબોધિત કરતાં સમયે મમતાએ કહ્યું કે, કોંગ્રેસ નિર્ણય નથી લઈ શકતી અને તેનું પરિણામ પુરો દેશ ભોગવી રહ્યો છે  મમતા બેનર્જીએ કહ્યું, ‘હું અત્યારે બધું કહી શકતી નથી, કારણ કે તેમણે રાજકારણને ગંભીરતાથી લીધું નથી. કોંગ્રેસને કારણે મોદીજી વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યા છે, મમતાએ કહ્યું, કોંગ્રેસને પહેલી તક મળી. પરંતુ તેઓ મારા રાજ્યમાં ભાજપને બદલે મારી સામે લડી રહ્યા હતા. TMCએ ગોવામાં તમામ 40 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

આ પહેલા મામલાએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપે ‘અચ્છે દિન’નું વચન આપ્યું હતું, પરંતુ હવે આ લોકો દેશને બરબાદ કરવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે, દેશમાં મોંઘવારી વધી રહી છે. ડીઝલ, પેટ્રોલ, એલપીજીના ભાવ વધી રહ્યા છે. જીએસટીને કારણે ધંધાને અસર થઈ રહી છે. પરંતુ ભાજપ આ મુદ્દાઓને ઉકેલવામાં ગંભીર નથી. આ પહેલા ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઈ મમતા બેનર્જીને મળ્યા હતા.

મમતા બેનર્જીને મળ્યા પહેલા વિજય સરદેસાઈએ ટ્વીટ કર્યું હતું કે છેલ્લા 2 વર્ષથી હું ગોવાને બીજેપી વિરુદ્ધ મજબૂત ટીમ બનાવવા માટે કામ કરી રહ્યો છું. આ ભ્રષ્ટ અને સાંપ્રદાયિક શાસનને ખતમ કરવા માટે વિપક્ષી એકતા મુખ્ય છે. ચાલો 2022 વિશે ગંભીર બનીએ. મમતા બેનર્જીના ફોન પર હું 10 વાગ્યે મારા સાથીદારો સાથે તેમને મળીશ.

આવતા વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી છે. મમતા બેનર્જીએ ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ પહેલા શુક્રવારે ગોવામાં મમતા બેનર્જીની હાજરીમાં નફીસા અલી અને લિએન્ડર પેસ ટીએમસીમાં જોડાયા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.મમતાએ કહ્યું, દિલ્હીની દાદાગીરી ગોવામાં નહીં ચાલે. ગોવા પોતાના પગ પર ઊભું રહેશે. અમે તેને મદદ કરીશું, તેઓ લડશે. બીજી બાજુ ગઠબંધનના પ્રશ્ન પર મમતાએ કહ્યું, મેં આ વિશે પહેલા પણ વાત કરી હતી, પરંતુ કંઈ થયું નથી. આ એક સહિયારો નિર્ણય છે. જો કોઈ અમારી પાસે આવવા માંગે છે, તો તે સારું છે. અમે મતોનું વિભાજન કરવા માંગતા નથી, પરંતુ એવી કોઈ સામંતશાહી વ્યવસ્થા નથી કે માત્ર દિલ્હીના પક્ષો જ ચૂંટણી લડે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)