Home News નવા નુસખા : કૉસ્મેટિક વસ્તુમાં સોનાના મળ્યા 7 રોડ, બ્યૂટી ક્રીમ અને...

નવા નુસખા : કૉસ્મેટિક વસ્તુમાં સોનાના મળ્યા 7 રોડ, બ્યૂટી ક્રીમ અને મૂવ ટ્યૂબમાંથી મળ્યું સોનું; મુંબઈના એક્સ-રે મશીનમાં પણ પકડી શકાયા નહોતા!

Face Of Nation 18-07-2022 : જયપુર એરપોર્ટ પર સોનાની તસ્કરીની એક રસપ્રદ ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. યુવક કૉસ્મેટિક આઈટમ (બ્યૂટી ક્રિમ, મૂવ)ની 3 ટ્યુબમાં છૂપાવીને સોનાના 7 રોડ લઈ જયપુર પહોંચ્યો હતો. તેને કસ્ટમ વિભાગની ટીમે સોનાના રૉડ જપ્ત કરી લીધા છે. તે 145.26 ગ્રામ વજન ધરાવતા હતા. તેની બજાર કિંમત આશરે રૂપિયા 7 લાખ 50 હજાર આંકવામાં આવી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જયપુરમાં આ રીતે સોનું લાવવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. તો બીજીતરફ કસ્ટમના આસિસ્ટન્ટ કમિશ્નર ભારત ભૂષણે જણાવ્યું કે આરોપી યુવક ચૂરુ જિલ્લાનો રહેવાસી છે. રવિવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટથી તે દોહાથી મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈથી ફ્લાઈટ બદલી તે એર ઈન્ડિયા મારફતે રવિવારે બપોરે 1.30 વાગે જયપુર પહોંચ્યો હતો. જ્યા તે પકડાઈ ગયો હતો.
એક્સરે મશીનની તપાસમાં પણ જાણી શકાયું ન હતું
આસિસ્ટન્ટ કમિશ્નરે કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલ યુવકની બેગને જ્યારે એક વખત સ્કેન કરાયું તો મશીનમાં પણ ગોલ્ડ ડિટેક્ટ થઈ શકાયું ન હતું. આ કારણથી જ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ જ્યારે તેણે ફ્લાઈટ બદલી તો તે પકડમાં આવી શક્યું ન હતું. અલબત અમારી પાસે આ અંગે અગાઉથી ઈનપુટ હતા. અમે અહીં જ્યારે વ્યાપક પ્રમાણમાં એક્સરે મશીનમાં બેગની તપાસ શરૂ કરી તો તેમા બ્લેક સ્પોટ દેખાવા લાગેલા. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમા એક નાની બાલ્ટી મળી આવી હતી. તેમા ચૉકલેટ તથા કૉસ્મેટીક સામગ્રી રાખવામાં આવી હતી.
પરિચિતે આપી હતી ચોકલેટ, ક્રીમની ટ્યુબ
બેગમાંથી નિકળેલી કૉસ્મેટિક આઈટમને ચાકુ વડે કાપવામાં આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. તેમા ગોલ્ડ રૉડના નાના ટુકડા મળી આવ્યા હતા. યુવકે જણાવ્યું કે તે દોહામાં મજૂરી કરે છે. તેના એક પરિચિતે તેને આ બાલ્ટી આપી હતી. જેમા તેણે ચોકલેટ તથા કોસ્મેટીક ક્રીમ લઈ જવા કહ્યું હતું. તેણે કહ્યું કે આ વાતની જાણ જ ન હતી કે આ કોસ્મેટીક ક્રીમની ટ્યુબમાં ગોલ્ડ રૉડ રાખવામાં આવ્યા છે. કસ્ટમ અધિકારીએ કહ્યું કે ક્રીમની ટ્યુબમાં ગોલ્ડ છૂપાવીને લાગવવાની આ ઘટના સૌ પ્રથમ વખત જયપુરમાં ધ્યાનમાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).